Skin Infection: ગરમીના દિવસોમાં ધાધર, ખરજવું, ખંજવાળ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારે સતાવે છે. ત્વચા સંબંધિત આ સમસ્યાના કારણે ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. જે લોકોને પહેલાથી જ ત્વચા સંબંધિત આ સમસ્યાઓ હોય તેમણે ઉનાળામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્વચા સંબંધિત આ સમસ્યા ધરાવતા લોકોએ કેટલીક વસ્તુઓ બિલકુલ ખાવી નહીં. જો સ્કીન ઇન્ફેક્શન દરમિયાન આ વસ્તુઓ ખાવામાં આવે તો તેનાથી સમસ્યા વધી જાય છે. તેથી ગરમીના દિવસોમાં ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓ હોય તેમણે આ વસ્તુઓ ખાવાથી દૂર જ રહેવું.
ત્વચાના રોગમાં ન ખાવી આ વસ્તુઓ
આ પણ વાંચો: આ લોકો માટે ઝેર સમાન છે દૂધ-કેળા, શરીર માટે ખૂબ જ ખરાબ છે આ ફૂડ કોમ્બિનેશન
મસાલેદાર ભોજન
જો કોઈ વ્યક્તિને ચામડીના રોગ છે તો તેણે મસાલેદાર વસ્તુઓ કે જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ. આવા ખોરાકનું પાચન થવામાં સમય લાગે છે જેના કારણે પાચન ક્રિયા પણ પ્રભાવિત થાય છે. આવી વસ્તુઓ શરીરમાં ગરમી પણ વધારે છે. તેના કારણે ખંજવાળ, ખરજવું અને ધાધર વધી શકે છે.
આ પણ વાંચો: Diabetes હોય તો દહીં સાથે આ 5 વસ્તુ ખાવાનું કરો શરુ, દવા વિના કંટ્રોલમાં રહેશે શુગર
ડેરી પ્રોડક્ટ
ત્વચા સંબંધિત સમસ્યાથી પરેશાન લોકોએ બટર, ચીઝ, દૂધ, દહીં જેવા ડેરી પ્રોડક્ટનો ઉપયોગ પણ ન કરવો. તેનાથી પણ પાચન ક્રિયા પર અસર થાય છે અને આ વસ્તુઓ ખાવાથી ધાધર અને ખરજવાની સમસ્યા વધી પણ શકે છે.
ખાટી વસ્તુઓ
ત્વચા સંબંધિત સમસ્યા હોય તો ખાટા ફળ અને શરીરમાં પિત્ત વધારે તેવી વસ્તુઓ ખાવાનું પણ ટાળવું. આવી વસ્તુઓ ખાવાથી લોહી એમ્પ્યોર થવા લાગે છે અને ખંજવાળ વધી જાય છે.
આ પણ વાંચો: દવા વિના વધેલા યુરિક એસિડને કરો કંટ્રોલ, આ વસ્તુથી સાંધાનો દુખાવો પણ તુરંત મટી જાશે
તલ
વધારે માત્રામાં તલ ખાવાથી સ્કીન સંબંધિત સમસ્યા વધી જાય છે તેનાથી પાચન ક્રિયા પણ પ્રભાવિત થાય છે. તલની તાસીર ગરમ હોય છે તેથી તે શરીરમાં ગરમી વધારે છે પરિણામે ખરજવાની અને ધાધરની સમસ્યા વધી જાય છે.
ગોળ
ગોળની તાસીર પણ ગરમ હોય છે ગોળથી શરીરમાં ગરમી વધે છે. તેથી ધાધર, ખંજવાળ, ખરજવા જેવા ચામડીના રોગમાં ગોળ ખાવાનું પણ ટાળવું.
આ પણ વાંચો: હાર્ટ એટેકથી બચાવશે ઘરના રસોડામાં રહેલી આ 3 આયુર્વેદિક ઔષધી, જાણો કયા સમયે ખાવી
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે