Healthy Flour: રસોડામાં મેંદાનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. મેંદાથી બનતી વસ્તુઓ સ્વાદિષ્ટ લાગે છે તેથી લોકો તેનો ઉપયોગ કરે છે. જોકે મેંદો નિયમિત રીતે ખાવા માટે હેલ્ધી નથી. જો તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો હેલ્થ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનતંત્ર પર પણ પ્રભાવ પડે છે.
આ પણ વાંચો: Breakfast: સવારે નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, શરીરને ફાયદો નહીં નુકસાન કરે છે આ ફુડ
મેંદો એવો લોટ છે જેનાથી શરીરને પોષક તત્વ મળતા નથી અને વજન ઝડપથી વધે છે. હેલ્થ એક્સપર્ટ તો મેંદાને ડાયટમાંથી દૂર કરવાની સલાહ આપતા હોય છે. આ સ્થિતિમાં તમે મેંદાને બદલે અન્ય કેટલાક લોટનો ઉપયોગ કરી શકો છો. આજે તમને જણાવીએ એવા ચાર લોટ વિશે જે મેંદાનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ સાબિત થશે. આ લોટનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.
આ પણ વાંચો: Watermelon: તરબૂચ જમ્યા પહેલા ખવાય કે જમ્યા પછી? જાણો તરબૂચ ખાવાનો બેસ્ટ સમય કયો છે?
ઘઉંનો લોટ
મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટને ચાળીને ઉપયોગમાં લઈ શકો છો. ઘઉંનો લોટ સૌથી સરળ અને સારો વિકલ્પ છે. ઘઉંના લોટમાંથી પરોઠા સહિતની વાનગી સરળતાથી બનાવી શકાય છે.
આ પણ વાંચો: Heart Attack Signs: ઉનાળામાં હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં દેખાતા 5 લક્ષણો
બાજરાનો લોટ
હેલ્થની દ્રષ્ટિએ બાજરાનો લોટ ફાયદાકારક છે. બાજરાના લોટથી ફાઇબર, આઇરન, એન્ટિઓક્સિડન્ટ શરીરને મળે છે. ડાયાબિટીસ હોય તેમના માટે પણ બાજરાનો લોટ ફાયદાકારક છે. બાજરાના લોટમાંથી પણ અલગ અલગ વાનગીઓ બની શકે છે.
આ પણ વાંચો: Pranayama Benefits: રોજ 15 મિનિટ પ્રાણાયામ કરવાથી શરીરમાં થશે આ 5 પોઝિટિવ ફેરફાર
જુવારનો લોટ
જુવાર હેલ્ધી અને ગ્લુટન ફ્રી અનાજ છે તેમાં ફાઇબર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જુવારનો લોટ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. જુવારનો લોટ ખાવાથી શરીરને તુરંત એનર્જી મળે છે.
આ પણ વાંચો: લિવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર દેખાય છે આ 4 લક્ષણો, આ સ્કિન પ્રોબ્લેમ ઈગ્નોર ન કરો
ચણાનો લોટ
ચણાનો લોટ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો વિકલ્પ છે. ચણાના લોટમાંથી પકોડા, ચીલ્લા, ઢોકળા વગેરે વસ્તુઓ બનાવી શકાય છે જે મેંદાથી બનેલા પકવાનને રિપ્લેસ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે