Home> Health
Advertisement
Prev
Next

Bad Habits: તમને સમય પહેલા જ વૃદ્ધ બનાવી દેશે આ ખરાબ ટેવો

Bad Habits: આજની મોર્ડન દુનિયામાં દરેક વ્યક્તિ જવાન દેખાવા માંગે છે, પરંતુ કેટલીક ખોટી આદતોને કારણે યુવાનો સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે. આવો જાણીએ કઈ છે આ આદતો?

Bad Habits: તમને સમય પહેલા જ વૃદ્ધ બનાવી દેશે આ ખરાબ ટેવો

Bad Habits: આજના આધુનિક વિશ્વમાં દરેક વ્યક્તિ યુવાન અને સુંદર દેખાવા માંગે છે. આ માટે લોકો અલગ-અલગ યુક્તિઓ અપનાવે છે. કેટલાક બ્યુટી ટ્રીટમેન્ટ લે છે, જ્યારે કેટલાક લોકો દિવસભર વર્કઆઉટ કરે છે. જો કે, હજુ પણ ઘણા લોકો અકાળે વૃદ્ધ થઇ જાય છે. આની પાછળ તેમની ભુલ તેમની ખરાબ આદતો હોઈ શકે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, વ્યક્તિની ખોટી આદતો જેમ કે ઓછી ઊંઘ લેવી, બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી, વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવું વગેરે તેને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે. આ આદતોમાં સુધારો કરીને, તમે વર્ષો સુધી યંગ દેખાઈ શકો છો અને યંગ ત્વચા મેળવી શકો છો. આજે અમે તમને કેટલીક ખોટી આદતો વિશે જણાવીશુ જેના કારણે યુવાનો સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે.

fallbacks

ઓછી ઊંઘ
ઓછી ઊંઘના કારણે ત્વચા પર ખરાબ અસર પડે છે. હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે ઓછા સમય સૂવાને કારણે શરીર પોતાની જાતને રિપેર કરી શકતું નથી, જેના કારણે ત્વચા વધુ ડલ દેખાવા લાગે છે.

ધૂમ્રપાન
ધૂમ્રપાન દ્વારા ઝેરી પદાર્થો શરીરમાં પ્રવેશે છે, જે શ્વસનતંત્રમાં અવરોધ ઊભો કરે છે. તમાકુથી બનેલી વસ્તુઓના વધુ પડતા સેવનથી ત્વચાના નવા કોષોનું નિર્માણ ઘટે છે.

આ પણ વાંચો:
શું રાજકોટમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ? કેમ થઈ શકે છે મેદાનમાં ફેરફાર?
12 ફેબ્રુઆરી 2023 રાશિફળઃ કોને ફળશે આજે ગ્રહોની ચાલ? જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

વધુ દારૂ પીવાની આદત
ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વધુ દારૂ પીવાની આદતથી આંખોની નીચે સોજો આવે છે અને ત્વચા પર કરચલીઓ પડી જાય છે. જેના કારણે વ્યક્તિ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે.

ઓછું પાણી પીવું
ઘણા લોકોને ઓછું પાણી પીવાની આદત હોય છે. આ આદતને તાત્કાલિક સુધારવી જોઈએ. ઓછું પાણી પીવાથી ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે, તેથી દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઇએ.

બિનઆરોગ્યપ્રદ આહાર
જે લોકો ખાવામાં બેદરકાર હોય છે તેઓ પણ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે યંગ દેખાવા માંગતા હોવ તો દરરોજ પૌષ્ટિક ખોરાક લો. શક્ય હોય ત્યાં સુધી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોને ટાળવાનો પ્રયાસ કરો.

લાંબા સમય સુધી સૂવું
ઘણા લોકો સવારે મોડે સુધી સુવે છે, જેના કારણે તેઓ મોર્નિંગ વોક માટે જઈ શકતા નથી. મોર્નિંગ વોક ન કરવાની આદત તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે.

વધુ પડતી મીઠાઈ ખાવી 
ઘણી બધી મીઠી વસ્તુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, એટલા માટે મીઠી વસ્તુઓ મર્યાદિત માત્રામાં ખાવી જોઇએ.

આ પણ વાંચો:
હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More