Home> Health
Advertisement
Prev
Next

Health Tips: ગાય કે ભેંસ? જાણો કોનું ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

આજે અમે તમારા માટે ઘી ના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે 'આખરે સૌથી વધુ ફાયદાકારક ઘી ગાયનું છે કે ભેંસનું'? તમારા આ સવાલનો જવાબ તમે આ સમાચારમાં લઈને આવ્યા છીએ. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવે છે.

Health Tips: ગાય કે ભેંસ? જાણો કોનું ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

નવી દિલ્હીઃ આજે અમે તમારા માટે ઘી ના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે 'આખરે સૌથી વધુ ફાયદાકારક ઘી ગાયનું છે કે ભેંસનું'? તમારા આ સવાલનો જવાબ તમે આ સમાચારમાં લઈને આવ્યા છીએ. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવે છે.

fallbacks

આના વિશે ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે:
ઓન્લી માય હેલ્થમાં છપાયેલા સમાચાર મુજબ ન્યુટ્રિશનિસ્ટ હિમાંશુ રાય જણાવે છે કે સામાન્ય રીતે ગાયનું ઘી અને ભેંસનું ઘી બંને સારા હોય છે, પરંતુ ગાયના ઘીનું સેવન વધુ અને વધુ સારા સ્વાસ્થ્ય લાભ આપે છે. ગાયના ઘીમાં વિટામિન A, વિટામિન D અને K, કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ અને ફોસ્ફરસ તેમજ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, એટલું જ નહીં, ગાયના ઘીમાં ઓમેગા 9 ફેટી એસિડ પણ હોય છે.

ગાય અને ભેંસના ઘી માં શું અંતર હોય છે?
1. ભેંસના ઘી માં ગાયના ઘી કરતાં વધુ ચરબી હોય છે. તેથી, ભેંસનું ઘી વજન વધારવા માટે વધુ સારું છે, જ્યારે ગાયનું ઘી ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે.

2. ગાયનું ઘી વિટામિન A થી ભરપૂર હોય છે, જેના કારણે તેનો રંગ પીળો હોય છે, જ્યારે ભેંસનું ઘી સફેદ રંગનું હોય છે.

3. આયુર્વેદિક દવાઓમાં ભેંસના ઘી ની તુલનામાં ગાયનું ઘી આંખોની રોશની માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ગાયના ઘીના છે અનેક ફાયદાઓ:
1.વજન ઘટાડવામાં મદદરૂપ
2. આંખો માટે ફાયદાકારક
3.પેટની ગરમી શાંત કરવામાં મદદરૂપ
4.રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ
5.માઈગ્રેન કે માથાના દુખાવા ની સમસ્યામાંથી રાહત
6. શરીરમાંથી ઝેર દૂર કરે છે

ભેંસના ઘી ના  પણ છે અનેક ફાયદાઓ:
1. વજન વધારવામાં મદદરૂપ
2. તેના સેવનથી હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે.
3. માનસિક રોગો મટાડવા માટે ફાયદાકારક છે.
4. ભેંસનું દૂધ યાદશક્તિ વધારે છે.
5. તે વાત દોષને સંતુલિત કરે છે.
6. પાચન સંબંધી વિકૃતિ ઓ દૂર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More