Home> Health
Advertisement
Prev
Next

Health Tips: ચા પીતા પહેલા પીવું પાણી, સવારની એક આદત બદલી દેવાથી શરીરની મોટાભાગની તકલીફો દુર થઈ જશે

Drink Water Before Tea: મોટાભાગના લોકો સવારે જાગીને સૌથી પહેલા ચા પીવે છે. પરંતુ ચા પીતા પહેલા પાણી પીવું જરૂરી છે. જો તમને આ આદત નથી તો આજથી જ નિયમ બનાવી લો કે ચા પીતા પહેલા પાણી પીશો. આ ટેવ તમારા શરીરની અનેક સમસ્યા દુર કરી દેશે.
 

Health Tips: ચા પીતા પહેલા પીવું પાણી, સવારની એક આદત બદલી દેવાથી શરીરની મોટાભાગની તકલીફો દુર થઈ જશે

Drink Water Before Tea: આપણી રોજની જીવનશૈલીમાં ચા મહત્વનું સ્થાન ધરાવે છે. સવારની શરૂઆત જ ચા પીવાથી થાય છે અને સાંજે પણ ગરમાગરમ ચા પીવી દરેકને ગમે છે. ચા પીવાથી કેટલાક લોકોને સમસ્યાઓ પણ થતી હોય છે. જો આ સમસ્યા ન થાય તેવી ઈચ્છા હોય તો ચા પીતા પહેલા પાણી પીવું તેવી આદત પાડી લો. ચા પીધા પછી  તુરંત પાણી પીવું હાનિકારક છે પરંતુ ચા પીતા પહેલા પાણી પી લેવું ફાયદાકારક સાબિત થશે. જો તમે ચા પીતા પહેલા પાણી પીવાની આદત પાડી લેશો તો શરીરની ઘણી બધી સમસ્યાઓ દવા વિના જ મટવા લાગશે. 

fallbacks

આ પણ વાંચો: Potato: રોજ બટેટા ખાતા લોકોને ગમે ત્યારે થઈ શકે આ 5 સમસ્યા, તુરંત સુધારી લેજો આદત

ચા પહેલા પાણી પીવાથી થતા ફાયદા 

- ચા પીતા પહેલા પાણી પી લેવાથી શરીરની પાણીની જરૂરિયાત પૂરી થાય છે અને પાચન તંત્ર સક્રિય થઈ જાય છે. તેના કારણે પાચન ક્રિયા સારી રહે છે. 
- ચામાં કેફીન હોય છે જે શરીરમાં પાણીની ઉણપ સર્જે છે. ચા પીતા પહેલા પાણી લેવાથી શરીરમાં પાણીની ખામી સર્જાતી નથી. 
- જો તમે ચા પીતા પહેલા પાણી પી રહ્યાં છો તો શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ મળશે અને પાચન ક્રિયા પણ સુધરશે. 

આ પણ વાંચો: Kidney Stone: મોટી પથરીને પણ ઓગાળી શકે છે આ 2 દેશી વસ્તુઓ, દુખાવાથી પણ આપે રાહત

પાણી પીવાથી સ્કીનને થતા ફાયદા 

- ચા પીતા પહેલા પાણી પીવું સ્કીન માટે પણ ફાયદાકારક છે. તેનાથી સ્કીનને જરૂરી હાઇડ્રેશન મળે છે અને સ્કીનની ઈલાસ્ટીસિટી વધે છે. 
- આ આદતથી સ્કીન વધારે સુંદર દેખાય છે. 
- જ્યારે તમે પાણી પીવો છો તો શરીરની અંદરથી ટોક્સિન બહાર નીકળી જાય છે અને ત્વચા પર ચમક બની રહે છે. 
- ચા પીતા પહેલા પાણી પીવાથી ત્વચા હાઈડ્રેટ રહે છે અને ખીલ પણ થતા નથી. 

આ પણ વાંચો: ડાયાબિટીસ માટે અમૃત છે પનીરના ફૂલ, ખાવાનું શરુ કરવાની સાથે કરવા લાગે છે અસર

કિડની માટે ફાયદાકારક 

પાણી પીવાથી કિડનીની કામ કરવાની કેપેસિટી વધે છે. કિડની શરીરમાંથી વેસ્ટ મટીરીયલને બહાર કાઢવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ ચા પી લેવાથી કિડનીની કાર્યશૈલી પ્રભાવિત થાય છે. તેનાથી વિરુદ્ધ ચા પીતા પહેલા પાણી પી લેવાથી કિડની પર પ્રેશર ઓછું આવે છે. 

આ પણ વાંચો: આ બીમારી હોય તેમણે જીવનમાં ક્યારેય બ્લડ ડોનેટ ન કરવું, જાણો કોણ કરી શકે બ્લડ ડોનેટ ?

મૂડ સુધરશે 

પાણી પી લેવાથી શરીરમાં હોર્મોનલ બેલેન્સ જળવાઈ રહે છે અને સ્ટ્રેસ લેવલ ઘટે છે. ચા પીતા પહેલા પાણી પી લેવાથી એનર્જી વધે છે અને મૂડ સુધરે છે. તેનાથી આખો દિવસ મૂડ સારો રહે છે અને દિવસ દરમિયાન કામ કરવામાં સરળતા રહે છે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More