Home> Health
Advertisement
Prev
Next

Sattvic Food: શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવાથી શરીરને શું ફાયદો થાય ? જાણો વર્ષના આ સમયે વ્રત કરવાથી થતા લાભ

Sattvic Food Health Benefits: પવિત્ર શ્રાવણ માસ ગણતરીના દિવસોમાં શરુ થશે. આ મહિનામાં અનેક લોકો આખો મહિનો વ્રત કરે છે. તો કેટલાક લોકો લસણ,ડુંગળી વિનાનું સાત્વિક ભોજન કરવાનો નિયમ લેતા હોય છે. આ બંને નિયમ શરીરને લાભ થાય તે માટેના છે. તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવાથી શું લાભ થાય છે.
 

Sattvic Food: શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવાથી શરીરને શું ફાયદો થાય ? જાણો વર્ષના આ સમયે વ્રત કરવાથી થતા લાભ

Sattvic Food Health Benefits: શ્રાવણ મહિનાની શરુઆત સાથે જ ચારેતરફ હરિયાળી છવાઈ જાય છે. આ મહિનો ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાય છે. આ મહિનામાં લોકો શિવજીની આરાધના કરી વ્રત રાખે છે. શ્રાવણ મહિનામાં ખાવાપીવામાં ખાસ સાવધાની રાખવામાં આવે છે. લોકો આ સમય દરમિયાન મોટાભાગે લસણ-ડુંગળી વિનાનો સાત્વિક આહાર લેતા હોય છે. આ પ્રથા પાછળ શરીરને લાભ કરનાર કારણ જવાબદાર છે. 

fallbacks

આ પણ વાંચો: શરીરના ટોક્સિન્સને બહાર કાઢી નાખે છે આ ફળ, રોજ 1 ખાવાથી લીવર અને કિડની રહેશે હેલ્ધી

એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન લસણ-ડુંગળી વિનાનો સાત્વિક આહાર કરવાથી શરીર શુદ્ધ થાય છે, મન શાંત રહે છે. આ નિયમ અંગે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે લોકો જ્યારે શ્રાવણ માસમાં વ્રત કરે છે તો તેઓ લસણ-ડુંગળી વિનાનો સાત્વિક આહાર લેતા હોય છે. જેમાં તેઓ ફળાહાર કરે છે જેનાથી શરીરને પોષણ મળે છે અને શરીર ડિટોક્સ થાય છે. આ સમય દરમિયાન સાત્વિક આહાર લેવાથી શરીરને લાભ થાય છે કારણ કે ચોમાસા દરમિયાન પાચન શક્તિ મંદ પડી જાય છે. 

આ પણ વાંચો: ફેટી લીવરનો મફત ઈલાજ છે આ 5 હોમમેડ ડ્રિંક્સ, ગણતરીના દિવસોમાં દેખાવા લાગશે અસર

ફરાળી લોટથી થતા લાભ

વ્રત દરમિયાન ફરાળી વાનગીઓમાં શિંગોળાનો લોટ, રાજગરાનો લોટ ઉપયોગમાં લેવાય છે. આ લોટ એવા પોષકતત્વોથી ભરપુર હોય છે જે શરીર માટે લાભકારી છે. આ લોટ ગ્લુટન ફ્રી હોય છે. આ લોટ પચવામાં હળવા હોય છે. વ્રતમાં ઉપયોગમાં લેવાતા શાક અને લોટ પાચન સુધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે. વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવો શરીરને ફાયદો કરે છે. 

આ પણ વાંચો: હાડકાનું કેન્સર ગંભીર સ્ટેજમાં પહોંચે ત્યારે દેખાય આ લક્ષણ, અહીંયા થાય તીવ્ર દુખાવો

વ્રત દરમિયાન આ ભુલ કરવાનું ટાળવું

વર્ષ દરમિયાન શ્રાવણ માસમાં જે ઋતુ હોય છે તેમાં પાચન શક્તિ મંદ હોય છે. આ સમયે સાત્વિક આહાર લેવો, વ્રત કરવાથી વજન પણ ઘટી શકે છે. પરંતુ વ્રત કરનાર કેટલાક લોકો દિવસ દરમિયાન અલગ અલગ વસ્તુઓ સતત ખાતા રહે છે. આ રીતે ઓવરઈટિંગ કરવાથી પેટ પણ ખરાબ થાય છે અને વજન પણ વધે છે. તેથી વ્રત દરમિયાન સમયસર પોષ્ટિક વસ્તુઓ ખાવી જોઈએ. તળેલી કે મસાલેદાર વાનગીઓ ખાવાથી બચવું જોઈએ. આ પ્રકારનો આહાર લેવાથી પેટ, લીવરને નુકસાન થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More