Home> Health
Advertisement
Prev
Next

Health Tips: રાત્રે આ બે મસાલામાં મધ ઉમેરી ચાટી જાશો તો બરફની જેમ ઓગળી જશે છાતીમાં જામેલો કફ

Health Tips: છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળા મરી અને લવિંગ ખૂબ જ ઉપયોગી છે. આ બંને વસ્તુ એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. આ વસ્તુનું સેવન કરવાથી શરદી, ઉધરસની સમસ્યા તો દુર થાય જ છે. પરંતુ તેનો ઉપયોગ કરવાથી કફ પણ છૂટો પડી નીકળી જાય છે.

Health Tips: રાત્રે આ બે મસાલામાં મધ ઉમેરી ચાટી જાશો તો બરફની જેમ ઓગળી જશે છાતીમાં જામેલો કફ

Health Tips: શિયાળામાં શરદી ઉધરસ અને કફની સમસ્યા ઘણા લોકોને થઈ જાય છે. શરદી, ઉધરસ તો થોડા દિવસોમાં મટી પણ જાય છે પરંતુ જો છાતીમાં કફ જામી જાય તો તે લાંબો સમય ચાલે છે. જો ઠંડીના કારણે છાતીમાં કફ જામી ગયો હોય તો એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે કફને ઓગાળે અને તમારી સમસ્યાને દૂર કરે. આવી વસ્તુઓ તમારા ઘરના રસોડામાં જ ઉપલબ્ધ છે. જો  તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો થોડા દિવસોમાં જ કફથી છૂટકારો મળી જશે. 

fallbacks

છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળા મરી અને લવિંગ ખૂબ જ ઉપયોગી છે. આ બંને વસ્તુ એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. આ વસ્તુનું સેવન કરવાથી શરદી, ઉધરસની સમસ્યા તો દુર થાય જ છે. પરંતુ તેનો ઉપયોગ કરવાથી કફ પણ છૂટો પડી નીકળી જાય છે.

આ પણ વાંચો: ખાલી પેટ કાળી દ્રાક્ષ ખાવાથી થશે 5 જબરદસ્ત ફાયદા, ફુગ્ગા જેવું ફુલેલું પેટ થશે અંદર

મધ સાથે કાળા મરી અને લવિંગ

જો તમને પણ છાતીમાં કફ જામી ગયો હોય અને તેના કારણે ખૂબ જ તકલીફ થઈ રહી હોય તો કાળા મરી અને લવિંગનું સેવન કરો. તેના માટે કાળા મરી અને લવિંગને તવા પર શેકી તેનો પાવડર બનાવી લો. ત્યાર પછી તેમાં થોડું મધ ઉમેરી આ મિશ્રણને રાત્રે સુતા પહેલા ચાટી લેવું. તેનું સેવન કર્યા પછી પાણી પીવાનું ટાળવું. આ ઉપાય થોડા દિવસ કરશો એટલે કફ બરફની જેમ પીગળીને બહાર નીકળી જશે.

મધ સાથે કાળા મરી અને લવિંગ ખાવાના અન્ય ફાયદા

આ પણ વાંચો: Health Tips: ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે આ ફળ, ખાવાથી મહિલાઓને થાય સૌથી વધુ ફાયદા

મધ સાથે કાળા મરી અને લવિંગ ખાવાથી ફેફસામાં જામેલો કફ બહાર નીકળી જાય છે. સાથે જ તે શરીરને ગરમી પણ આપે છે જેના કારણે શ્વાસ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 

આ ત્રણેય વસ્તુ એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે જે શિયાળામાં થતા ફ્લુથી શરીરનું રક્ષણ કરે છે. આ મિશ્રણનું સેવન કરવાથી ફેફસામાં ઇન્ફેક્શન થવાનું જોખમ પણ ઘટી જાય છે.

આ પણ વાંચો: Tulsi water:શિયાળામાં રોજ સવારે તુલસીનું પાણી પીશો તો નહીં ચઢવા પડે દવાખાનાના પગથિયા

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More