Indian Herb: ભારતીય આયુર્વેદિક જડીબુટ્ટીઓનું દુનિયામાં અલગ જ સ્થાન છે. આપણે ત્યાં છોડમાંથી મળતી કેટલીક ઔષધીઓનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે પરંતુ હવે કેટલીક જડીબુટ્ટીઓ વૈશ્વિક સ્તરે લોકપ્રિય થઈ રહી છે. આમ તો અનેક ઔષધીઓની ડિમાન્ડ દુનિયાભરમાં છે પરંતુ ખાસ કરીને મગજને તેજ કરતી અને યાદશક્તિ વધારતી જડીબુટ્ટી ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. બ્રાહ્મીને બ્રેઇન બુસ્ટર તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ
બ્રાહ્મી એક પારંપરિક ભારતીય ઔષધીય છોડ છે જેનું વૈજ્ઞાનિક નામ બેકોપા મોનીએરિ છે. ભારતમાં પ્રાચીનકાળથી મગજને તેજ કરવા માટે અને યાદશક્તિ વધારવા માટે બ્રાહ્મીનો ઉપયોગ કરવામાં આવે છે. હાલના વર્ષોમાં બ્રાહ્મીની ઉપયોગીતા અને પ્રભાવશીલતાને લઈને ગ્લોબલ રિસર્ચ પણ થઈ હતી. ત્યાર પછી વિદેશમાં બ્રાહ્મી વધારે લોકપ્રિય થઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા દેશમાં હવે બ્રાહ્મીને સુપરફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે.
બ્રાહ્મીથી થતા 4 મોટા ફાયદા
આ પણ વાંચો: Acidity: એસિડિટી કાયમ રહે છે? તુરંત રાહત માટે ટ્રાય કરો આ ઘરેલુ ઉપાયોમાંથી કોઈ એક
યાદ શક્તિ વધારવામાં મદદ કરે છે
બ્રાહ્મી મગજની કામ કરવાની ક્ષમતાને સુધારે છે અને યાદશક્તિ તેજ કરવામાં મદદ કરે છે. બ્રાહ્મીમાં રહેલા બાયો એક્ટિવ કમ્પાઉન્ડ ન્યુરોનસને સક્રિય કરે છે અને નવી જાણકારીને યાદ રાખવાની ક્ષમતા વધારે છે.
ચિંતા ઓછી થાય છે
બ્રાહ્મીમાં પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ અને એડેપ્ટોજેનિક ગુણ હોય છે જે સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલનું લેવલ કંટ્રોલ કરે છે. તે માનસિક શાંતિ પ્રદાન કરે છે અને ચિંતા જેવી સમસ્યાને ઘટાડે છે.
આ પણ વાંચો: Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
એકાગ્રતા વધારે છે
વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે આ જડીબુટ્ટી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને વધારે છે.
મગજની બીમારીઓથી બચાવ
બ્રાહ્મીમાં એવા ઔષધીય ગુણ હોય છે જે અલ્ઝાઈમર અન્ય મગજની બીમારીઓથી બચાવમાં મદદ કરે છે. બ્રાહ્મી મગજના ન્યુરોનસને ડેમેજ થતા અટકાવે છે. અને મગજની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે.
આ પણ વાંચો: શરદી કે ઉધરસ કંઈ નહીં થાય... રોજ ગોળ સાથે આ વસ્તુ ખાવા લાગો, દવા લેવાની જરૂર જ નહીં
બ્રાહ્મીનો ઉપયોગ કેવી રીતે કરવો ?
બ્રાહ્મીનો ઉપયોગ પાવડર તરીકે પણ કરી શકાય છે અથવા તો કેપ્સ્યુલ તરીકે પણ તેને લઈ શકાય છે. બ્રાહ્મીનું સેવન ચામાં પણ કરી શકાય છે. તેને મર્યાદિત માત્રામાં રોજ દૂધ અથવા પાણી સાથે લઈ શકાય છે. જોકે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે