Home> Health
Advertisement
Prev
Next

Breakfast: ઉનાળામાં આ 5 વસ્તુઓને નાસ્તામાં કરો સામેલ, આખો દિવસ શરીર હાઈડ્રેટેડ રહેશે અને એનર્જી પણ વધશે

Breakfast For Summer: ગરમીના દિવસોમાં શરીરમાં એનર્જી જળવાઈ રહે તેવો નાસ્તો કરવો જોઈએ. ઉનાળામાં જો તમે સવારે તેલ-મસાલાથી ભરપુર નાસ્તો કરો છો તો શારીરિક સમસ્યાઓ વધી જાય છે. આજે તમને જણાવીએ ગરમીના દિવસોમાં કઈ કઈ વસ્તુઓ નાસ્તામાં ખાવી જોઈએ. 
 

Breakfast: ઉનાળામાં આ 5 વસ્તુઓને નાસ્તામાં કરો સામેલ, આખો દિવસ શરીર હાઈડ્રેટેડ રહેશે અને એનર્જી પણ વધશે

Breakfast For Summer: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુ દરમિયાન પાચન સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ગરમીના દિવસોમાં ભોજન બરાબર પચતું નથી અને ડિહાઇડ્રેશનનું જોખમ પણ રહે છે. આ સ્થિતિમાં સ્વસ્થ રહેવું હોય તો આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. નિષ્ણાંતો અનુસાર ગરમીના દિવસોમાં વધારે પડતું મસાલેદાર કે તળેલું ભોજન કરવાનું ટાડવું જોઈએ. 

fallbacks

જો તમે ઉનાળામાં હેલ્ધી રહેવા માંગો છો તો એવી વસ્તુઓ ખાવાનું રાખો જો શરીરને એનર્જી પણ આપે અને શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે. ખાસ કરીને દિવસથી શરૂઆત તો હેલ્ધી વસ્તુઓ સાથે જ કરવી જોઈએ. ઉનાળામાં સવારે હેલ્ધી વસ્તુ ખાવાથી શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે અને શરીરને ઠંડક પણ મળે છે. 

આ પણ વાંચો: આ 5 માંથી કોઈ 1 વસ્તુ ઉમેરી દૂધ રોજ પીવું, દૂધનો સ્વાદ અને ફાયદા બંને વધી જશે

આજે તમને જણાવીએ ઉનાળામાં સવારે કઈ કઈ વસ્તુઓને નાસ્તામાં સામેલ કરી શકાય છે. નાસ્તામાં આ હેલ્ધી વસ્તુઓને સામેલ કરવાથી શરીરમાં ઉર્જા રહે છે અને શરીર હાઇડ્રેટ પણ રહે છે. 

આ પણ વાંચો: Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે સૌથી પહેલા શરીરના આ અંગમાં દુખાવો શરુ થાય

જવનો દલિયા 

ઉનાળામાં સવારે નાસ્તામાં જવનો દલિયા ખાઈ શકાય છે. આ દલિયા ઝડપથી પચી જાય છે અને પેટને ઠંડક પણ આપે છે. ઠંડી હોય છે તેથી ઉનાળામાં તેને ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરતું રહે છે. 

આ પણ વાંચો: Worst Food Combinations: કાકડી સાથે આ વસ્તુ ક્યારેય ન ખાવી, પેટમાં જતા જ બની જાય ઝેર

ખજૂર 

જો તમે સવારે નાસ્તો નથી કરતા તો પછી દિવસની શરૂઆત ખજૂર ખાઈને કરી શકો છો. ખજૂરમાં ફાઇબર, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરની સાથે પેટને પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. 

આ પણ વાંચો: Bel Juice: ઉનાળામાં સવારે ખાલી બીલાનું શરબત પીવાથી થશે 5 જબરદસ્ત ફાયદા

ફણગાવેલા મગ 

ઉનાળામાં નાસ્તામાં ફણગાવેલા મગ ખાવા પણ ફાયદાકારક રહે છે. ફણગાવેલા મગ વિટામીન બી, ફાઇબર, પ્રોટીન, આયરન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને ઘણા બધા ફાયદા કરે છે. સવારે મગ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે જેના કારણે ઉનાળામાં પણ વજન ઘટાડવામાં મદદ મળે છે સાથે જ તેનાથી પાચનતંત્ર પણ દુરસ્ત રહે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં આવે છે. 

આ પણ વાંચો: સવારે જાગીને આ પોઝિશનમાં બેસી પાણી પીવું, કબજિયાત મટશે અને પેટ રોજ બરાબર સાફ થશે

ઓટ્સ 

ઉનાળાના નાસ્તા માટે સૌથી બેસ્ટ વિકલ્પ ઓટ્સ છે. ઓટ્સ પોષણથી ભરપૂર હોય છે અને તેનું પાચન પણ સરળતાથી થાય છે. ફાઇબરથી ભરપુર ઓટ્સ પાચનતંત્રને દુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. ઓટ્સ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. ઓટ્સ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ઓટ્સને તમે દૂધમાં પલાળીને અથવા તો પાણીમાં પકાવીને પણ ખાઈ શકો છો. ઓટ્સને વધારે ટેસ્ટી બનાવવા હોય તો તેમાં અલગ અલગ શાક અને મસાલા ઉમેરી ખીચડી બનાવીને પણ ખાઈ શકાય.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More