Health News: છીંક આવવી એ એક સામાન્ય શારીરિક ક્રિયા છે જેનો ઉપયોગ ધૂળ, પરાગ અથવા નાકમાં પ્રવેશેલા કોઈપણ વિદેશી કણોને બહાર કાઢવા માટે થાય છે. તે સામાન્ય રીતે હાનિકારક નથી, પરંતુ કેટલીક દુર્લભ પરિસ્થિતિઓમાં, ખૂબ જ જોરથી અથવા ખોટી રીતે છીંક આવવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જોકે છીંક આવવાથી સીધું મૃત્યુ થાય તે અત્યંત દુર્લભ છે, તેની સાથે સંકળાયેલી ગૂંચવણો ખતરનાક બની શકે છે.
કઈ સ્થિતિમાં છીંકવું બની શકે છે ખતરનાક?
મગજમાં બ્લીડિંગઃ ખૂબ જોરથી છીંકવા પર મગજની રક્ત વાહિનીઓ (બ્લડ વેસલ્સ) પર અચાનક દબાવ વધી શકે છે. જો કોઈ વ્યક્તિના મગજમાં પહેલાથી કોઈ નબળી રક્ત વાહિકા કે એન્યૂરિઝ્મ (લોહીની નળી ફુગ્ગાની જેમ ફૂલવી) છે તો છીંકવાથી તે ફાટી શકે છે. તેનાથી મગજમાં લોહી વહેવા લાગે છે, જેને સેરેબ્રલ હેમરેજ કહેવાય છે. આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે અને તત્કાલ મેડિકલ ઈમરજન્સીની જરૂર પડે છે.
પાંસળીઓ તૂટવી: ખૂબ જોરથી અથવા વારંવાર છીંકવાથી પાંસળીઓ પર એટલું દબાણ આવી શકે છે કે તે તૂટી શકે છે. આ ખાસ કરીને નબળા હાડકાંવાળા લોકોમાં થઈ શકે છે, જેમ કે ઓસ્ટીયોપોરોસિસ ધરાવતા લોકો અથવા વૃદ્ધ લોકોમાં. તૂટેલી પાંસળી ફેફસાં અથવા નજીકના અવયવોને નુકસાન પહોંચાડી શકે છે, જે વધુ ગંભીર ગૂંચવણો તરફ દોરી જાય છે.
ફેફસા ફાટી જવાઃ ખૂબ જોરથી છીંકવાથી ફેફસામાં હવાના દબાણમાં અચાનક વધારો થાય છે. દુર્લભ મામલામાં તેનાથી ફેફસાનો એક નાનો ભાગ ફાટી શકે છે, જેથી હવા ફેફસા અને છાતીની દિવાલ વચ્ચે જમા થઈ જાય છે, તેને ન્યૂમોથોરેક્સ કહે છે. આ સ્થિતિ શ્વાસ લેવાની ગંભીર સમસ્યા પેદા કરી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે, જો તત્કાલ સારવાર ન મળે તો.
ગળા કે છાતીમાં ઈજાઃ જો કોઈ વ્યક્તિ છીંકને રોકવાનો પ્રયાસ કરે છે તો ગળા અને છાતીમાં હવાનો ભાર ખતરનાક સ્તર સુધી વધી શકે છે. તેનાથી ગળામાં રક્ત વાહિકાઓ કે વાયુમાર્ગ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. કેટલાક મામલામાં અન્નનળી કે શ્વાસનળીને પણ નુકસાન પહોંચી શકે છે.
ગરદનમાં ઈજાઃ અચાનક અને ઝડપી છીંકવા પર ગરદનના સ્નાયુ કે લિગામેન્ટ્સમાં ખેંચ કે ઈજા થઈ શકે છે. પરંતુ આ જીવલેણ નથી હોતું, પરંતુ તેનાથી ગંભીર દુખાવો અને અસુવિધા થઈ શકે છે.
આ પણ વાંચોઃ Vitamin B12 થી ભરપૂર છે આ ડ્રાઈ ફ્રૂટ, નસ-નસમાં ભરાઈ જશે તાકાત!
છીંક સાથે જોડાયેલા ખતરાને ઘટાડવા આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
છીંકને રોકવાનો પ્રયાસ ન કરો. જ્યારે તમને છીંક આવે તો તેને કુદરતી રીતે બહાર આવવા દો. તમારૂ નાક અને મોઢુ જોરથી બંધ ન કરો, કારણ કે તેનાથી શરીરની અંદર દબાવ વધે છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે.
છીંકવા સમયે તમારા મોઢા અને નાકને રૂમાલ કે તમારી કોણીથી ઢાંકો. આ ન માત્ર બીજા સુધી કીટાણુઓ ફેલાવાથી રોકે છે, પરંતુ દબાવને પણ ઘટાડે છે.
ધૂળ અને એલર્જીથી બચોઃ જો તમને એલર્જી છે તો તે વસ્તુથી દૂર રહો જે તમને છીંકવા પર મજબૂરકરે છે. એલર્જીની દવાઓ લેવાનો વિચાર કરો. સ્વસ્થ રહો. તમારા હાડકા અને રક્ત વાહિકાઓને સ્વસ્થ રાખવા માટે સંતુલિક આહાર લો અને નિયમિત વ્યાયામ કરો.
લક્ષણો પર ધ્યાન આપો. જો તમને છીંક બાદ અચાનક માથામાં દુખાવો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા કે શરીરના કોઈ ભાગમાં નબળાઈનો અનુભવ થાય તો ડોક્ટરનો સંપર્ક કરો.
છીંકવું એક પ્રાકૃતિક પ્રક્રિયા છે અને તેનાથી ડરવાની જરૂર નથી. પરંતુ ઉપર જણાવવામાં આવેલી જટિલતાઓ વિશે જાણકારી રાખવી અને સાવધાની રાખવી બુદ્ધિમાની છે. ખાસ કરી જો તમને પહેલાથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે.
અસામાન્ય લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે