Home> Health
Advertisement
Prev
Next

હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો

Egg In High Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ માટે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા આહારમાં ઈંડાને સામેલ કરવાને લઈને મૂંઝવણમાં છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો

Egg In High Cholesterol: ઈંડા એ પૌષ્ટિક ખોરાક છે, પરંતુ તેને હાઈ કોલેસ્ટ્રોલમાં હૃદય માટે સેહતમંદ માનવામાં આવતું નથી. તાજેતરના કેટલાક અભ્યાસોએ આ ધારણાને બદલી નાખી છે. હવે એવું માનવામાં આવે છે કે દરરોજ એક ઈંડું ખાવાથી કોઈ નુકસાન થતું નથી, તે સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. જો કે તેને ખાતા વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, ઈંડાને હાઈ ફેટવાળા માંસ સાથે ન ખાવા જોઈએ. જેના કારણે કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો રહે છે.

fallbacks

એક સ્ટડી અનુસાર ઈંડાને મોટાભાગે લીલા શાકભાજી સાથે ખાવાથી ફાયદાકારક થઈ શકે છે, કારણ કે બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને કેલ જેવા શાકભાજી હૃદયની બીમારીઓના જોખમને ઘટાડવામાં સાથે જોડાયેલી છે. આ ઉપરાંત શાકભાજી સાથે ઈંડા ખાવાથી તમારા શરીરને તેમાં રહેલા પોષક તત્વોને જેમ કે વિટામિન E અને કેરોટીનોઈડ્સને વધુ સારી રીતે શોષણ કરવામાં મદદ કરે છે.

હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો

હૃદયના સ્વાસ્થ્ય માટે ઈંડાનું સેવન
2020માં હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં આ સ્પષ્ટ થયું છે કે દરરોજ એક ઈંડું ખાવાથી હૃદય રોગનું જોખમ વધતું નથી. આ અભ્યાસમાં 32 વર્ષના ફોલોઅપ પછી આ જાણવા મળ્યું કે એક ઈંડાનું સેવન કરવાથી હૃદય સંબંધી જોખમ પર કોઈ અસર પડતી નથી.

ઈંડામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ
એક ઇંડામાં લગભગ 207 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે, જે પહેલા બતાવવામાં આવેલ દૈનિક મર્યાદાના લગભગ બે તૃતીયાંશ છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે ખોરાકમાં કોલેસ્ટ્રોલનું સેવન લોહીના કોલેસ્ટ્રોલને પ્રભાવિત કરતું નથી.

આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન

હાઈ કોલેસ્ટ્રોલના કિસ્સામાં આ વસ્તુઓ ટાળો
જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો લાલ માંસ, હોલ ફેટવાળા ડેરી પ્રોડક્ટ, પ્રોસેસ્ડ મીટ, ફાસ્ટ ફૂડ, ટ્રોપિકલ તેલ, માખણ, ઘી, માર અને ચરબીયુક્ત, ઓર્ગન મીટ, શેલફિશ, બેકરી ફૂડ, ખાંડથી ભરપૂર ડ્રિંક્સ, સોડા અને વધુ મીઠાઈ, તળેલી ચીજનું સેવન ઓછુંમાં ઓછું કરો અથવા સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More