Curry Leaves Benefits: લીમડાના પાન એક આયુર્વેદિક ઔષધી સમાન કામ કરે છે. લીમડાના પાનમાં વિટામિન સી, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. ઘણી વાનગીઓમાં પણ લીમડાના પાનનો ઉપયોગ થાય છે. લીમડાના પાન માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો રોજ સવારે ખાલી પેટ 4 થી 5 લીમડાના પાન ચાવી ખાવાની સલાહ આપે છે. આ રીતે સવારે લીમડાના પાન ખાવામાં આવે તો તેનાથી શરીર અને ત્વચાને ઘણા ફાયદા થાય છે.
લીમડાના પાનના ફાયદા
1. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે
ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તમે લીમડાના પાનને તડકામાં સુકવી અને તેનો પાવડર પણ બનાવી શકો છો.
આ પણ વાંચો:
Acidity: એસિડીટી થાય તો પીવું આ જ્યૂસ, પીધાની સાથે જ પેટની અગ્નિ થઈ જશે શાંત
ગેસના કારણે દુખે છે માથું? તો આ ઉપાય 10 મિનિટમાં આપશે માથાના દુખાવા અને ગેસથી રાહત
તમને પણ નાસ્તામાં ચીઝ અને બ્રેડ ખાવાની છે આદત ? તો આ વાતની તમને હોવી જોઈએ ખબર
2. વજન ઘટાડે છે
જે લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે તેમના માટે લીમડાના પાન ફાયદાકારક છે. જો તમે સવારે લીમડાના પાન ચાવીને ખાશો તો તેનાથી શરીર ડિટોક્સ થાય છે અને મેટાબોલિઝમને પણ વેગ મળે છે. જેના કારણે વજન પણ ઘટવા લાગે છે.
3. ત્વચાની સમસ્યાઓ થશે દુર
લીમડાના પાનના સેવનથી ત્વચાની સમસ્યાઓથી પણ રાહત મળે છે. તેને ચાવીને ખાવાથી ત્વચા પરથી ખીલ, ફોડલીઓ તુરંત દુર થાય છે.
4. પેટની સમસ્યાથી છુટકારો મળે છે
જે લોકો પેટના દુખાવા કે પેટ સંબંધિત સમસ્યાથી પરેશાન હોય તેમણે એક તપેલી પાણીમાં થોડા લીમડાના પાન ઉકાળી લેવા. પાણી અડધું થઈ જાય પછી તેનું સેવન કરવું. આમ કરવાથી પેટની સમસ્યાથી રાહત મળે છે.
5. વાળ માટે ફાયદાકારક
જે લોકો વાળ ખરવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે લીમડાના પાન ખાવા જોઈએ. તેનાથી વાળ મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે. તમે લીમડાના પાન પીસીને વાળ પર લગાવી શકો છો. આ હેર માસ્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે