Cinnamon Benefits: તજ એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરમાં રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાય છે. તેનાથી ભોજનનો સ્વાદ વધે છે. તજની સુગંધ અને સ્વાદની જેમ તેનાથી થતા ફાયદા પણ અદ્ભુત છે. તજમાં કોપર, મેગ્નીશિયમ, ઝિંક, એન્ટી ઓક્સીડન્ટ, આયરન, પ્રોટીન સહિતના પોષકતત્વો હોય છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. તે ઘણી બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. જો પુરુષો નિયમિત રીતે તજનું સેવન કરે તો તેને 5 મોટા ફાયદા થાય છે. તજ શરીરમાં ઘોડા જેવી શક્તિ લાવી શકે છે. આજે તમને તજથી પુરુષોને થતા લાભ વિશે જણાવીએ.
તજથી પુરુષોને થતા લાભ
આ પણ વાંચો: Lower Body Fat: કમર નીચેના અંગો પર વધતી ચરબી આ બીમારીનું લક્ષણ હોય શકે છે
હાર્ટ રહેશે હેલ્ધી
હેલ્થ એક્સપર્ટ અનુસાર તજનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. નિયમિત રીતે તજ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. જેનાથી હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો: પથરી સહિત 5 સમસ્યા હોય તેણે બીટનો એક ટુકડો પણ ન ખાવો, ખાધા પછી અસહ્ય દુખાવો ઉપડશે
ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન
જે પુરુષોને ઈકેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા હોય તેમના માટે તજ રામબાણ છે. તેનું સેવન કરવાથી પ્રાકૃતિક રીતે પેનિસ સહિત શરીરમાં બ્લડ સર્કુલેશન વધે છે. જેનાથી પુરુષોની નિરાશા દુર થઈ શકે છે.
આ પણ વાંચો: ચા પીતા પહેલા પીવું પાણી, સવારની એક આદત બદલી દેવાથી શરીરની મોટાભાગની તકલીફો દુર થશે
બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
બ્લડ શુગરના દર્દી માટે પણ તજ ફાયદાકારક છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે શરીરમાં ઈંસુલિનનું ઉત્પાદન વધારે છે. તેનાથી સુગર કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો: Potato: રોજ બટેટા ખાતા લોકોને ગમે ત્યારે થઈ શકે આ 5 સમસ્યા, તુરંત સુધારી લેજો આદત
શરીરની શક્તિ વધે છે
જે પુરુષોને નબળાઈ અને થાક રહેતો હોય તેમણે રોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરી પીવો જોઈએ. તેનાથી સ્ટેમિના વધે છે અને શારીરિક ક્ષમતા વધે છે.
આ પણ વાંચો: Kidney Stone: મોટી પથરીને પણ ઓગાળી શકે છે આ 2 દેશી વસ્તુઓ, દુખાવાથી પણ આપે રાહત
ઈનફર્ટિલિટી
નપુંસકતાની સમસ્યા હોય તેમના માટે પણ તજ લાભકારી છે. તજનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધે છે. જેના કારણે ઈનફર્ટિલિટીની સમસ્યા દુર થવા લાગે છે. તેના માટે સવારે અને સાંજે હુંફાળા દૂધમાં અડધી ચમચી તજ પાવડર ઉમેરી પી જવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે