Home> Health
Advertisement
Prev
Next

તમારા પેટની ચરબી ઘટાડી દેશે આ મસાલાનું પાણી, રાત્રે સૂતા પહેલા પીવો, ઈમ્યુનિટી પણ થશે મજબૂત

રસોડામાં મળતી તજ ખાવાનો સ્વાદ તો વધારતી જ છે સાથે જ સ્થૂળતા પણ ઘટાડે છે. તજનું પાણી તમારું વજન સરળતાથી ઘટાડી શકે છે.

તમારા પેટની ચરબી ઘટાડી દેશે આ મસાલાનું પાણી, રાત્રે સૂતા પહેલા પીવો, ઈમ્યુનિટી પણ થશે મજબૂત

નવી દિલ્હીઃ જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવા માટે તમારા ડાયટમાં કેટલીક એવી વસ્તુ સામેલ કરો જેનાથી તમારૂ વજન ઘટી શકે છે. રસોઈઘરમાં રહેલા તજ માત્ર સ્વાદ જ નથી વધારતા પરંતુ તમારો મોટાપો પણ ઘટાડે છે. તજનું પાણી તમારૂ વજન સરળતાથી ઘટાડી શકે છે. આવો તમને જણાવીએ વજન ઘટાડવા માટે તજનું પાણી કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

fallbacks

વજન ઘટાડવામાં ઉપયોગી છે તજ
તજ સ્લો મેટાબોલિઝ્મને મજબૂત બનાવે છે. જેનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. હકીકતમાં તજને એન્ટી ઈન્ફ્લામેટ્રી અને એન્ટીબેક્ટીરિયલ પ્રોપર્ટીઝ વજન ઘટાડવામાં સહાયક હોય છે. તેઓ ખોરાક સરળતાથી પચે છે. એક ચમચી તજમાં 1.6 ગ્રામ ફાઈબર હોય છે જે તમને રોજિંદા ફાઈબરના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. પરંતુ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એકલા તજથી લાંબા ગાળે વજન ઘટશે નહીં. તેથી, તમારે વધુ સારા આહારની સાથે વર્કઆઉટ પણ કરવું પડશે. જો તમે આ બાબતોનું પાલન કરતી વખતે તજનું સેવન કરો છો, તો તે તમારા વજન ઘટાડવાના લક્ષ્ય સુધી પહોંચવામાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Tulsi leaves: આ પાંદડાને ખાલી પેટ રોજ ચાવો, ડાયાબિટીસ-બીપી રહેશે નિયંત્રણમાં!

રાત્રે કઈ રીતે કરશો તજનો ઉપયોગ
તમારૂ વજન ઘટાડવા માટે રાત્રે સૂતા પહેલા તજની ચા કે પછી તેનું પાણી પી શકો છો. ગરમ પાણીમાં તજને ઉકાળો અને તેમાં મધ મિક્સ કરી પીવો. તમે તે પાણીને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ બંને સમય પીવો તો સ્વાસ્થ્યને ફાયદો થશે અને વજન ઝડપથી ઘટશે.

આ મુશ્કેલીઓમાં પણ થશે ઉપયોગી
એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર તજ તમારી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે. તેમાં પોલીફિનોલ અને પ્રોએન્થોસાઇનિડિન્સ હોય છે, જે કબજીયાત અને પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે. તજનું પાણી સોજા ઘટાડવા અને સ્વસ્થ રંગને વધારો આપી ત્વચાના સ્વાસ્થ્યને સારૂ બનાવવામાં મદદ કરી શકે છે. તે સ્કિન સમસ્યા પણ દૂર કરી શકે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More