Food For Instant Energy: ગરમીની સીઝનમાં ખાવાપીવાની આદતો બદલી જાય છે. ગરમીના કારણે શરીર સતત થાકેલું લાગે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહાર ઉપર અને સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવું જરૂરી હોય છે. શરીરમાં સતત જણાતો થાક અને સ્ફુર્તિનો અભાવ જણાતો હોય તો તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. જો તમારું શરીર પણ સતત થાકેલું લાગતું હોય તો તમારે કેટલાક પૌષ્ટિક આહારને પોતાની ડાયેટમાં સામેલ કરવા જોઈએ. ગરમીમાં આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ પણ વાંચો:
સ્વાદમાં ખાટ્ટી પણ લૂ થી રાહત આપતી કાચી કેરી ખાવાથી થાય છે શરીરને અનેક ફાયદાઓ
ઉનાળામાં એલોવેરા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેના રાખશે ટનાટન, આ રીતે કરો ઉપયોગ
બદામ, અખરોટ સહિત આ વસ્તુઓ સવારે ખાશો આ રીતે તો શરીરને થશે જબરદસ્ત ફાયદા
પાલક
પાલકની ભાજીમાં વિટામીન બી અને આયર્ન સૌથી વધારે હોય છે. જ્યારે શરીરમાં વિટામીન બી ની ઉણપ હોય છે તો એનર્જીનો અભાવ રહે છે અને સતત થાક લાગે છે. તેવામાં આહારમાં પાલકનો સમાવેશ કરવાથી શરીરમાં ઉર્જા વધે છે.
કેળા
કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે અને શરીરને તુરંત એનર્જી આપે છે. જો સવારે જાગો પછી તમને શરીરમાં થાક લાગતો હોય તો એક કેળું ખાઈ લેવું તમારા શરીરમાં તુરંત ઉર્જા વધશે.
દલિયા
શરીરને ઊર્જા આપતી વસ્તુઓમાં દલીયાનો પણ સમાવેશ થાય છે. દરિયામાં કા વધારે હોય છે જે શરીરને એનર્જી આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે