Home> Health
Advertisement
Prev
Next

Health Tips: પુરુષો માટે સ્ટેમિના બુસ્ટર સાબિત થાય છે ડાર્ક ચોકલેટ, મૂડની સાથે સુધારશે લવ લાઈફ

Health Tips: એક સર્વે અનુસાર ચોકલેટ ખાવાથી રોમેન્ટિક લાઈફ સુધરે છે. ચોકલેટ એક નેચરલ એન્ટિઓક્સિડન્ટ છે. ચોકલેટમાં કોકોઆ હોય છે જે બ્લડ સર્ક્યુલેશન ને વધારે છે અને મૂડને સુધારે છે.

Health Tips: પુરુષો માટે સ્ટેમિના બુસ્ટર સાબિત થાય છે ડાર્ક ચોકલેટ, મૂડની સાથે સુધારશે લવ લાઈફ

Health Tips: નાના મોટા સૌ કોઈને ચોકલેટ ખૂબ જ ભાવે છે. જોકે જે લોકોને દાંતની તકલીફ હોય અથવા તો ડાયાબિટીસ કે વધારે વજનની સમસ્યા હોય તેઓ ચોકલેટ ખાવાનું ટાળે છે. પરંતુ જો ચોકલેટને તમે મર્યાદિત માત્રામાં ખાવાનું રાખો છો તો તે ફાયદો પણ કરે છે. ખાસ કરીને ચોકલેટથી સૌથી વધુ ફાયદો પુરુષોને થાય છે. 

fallbacks

એક સર્વે અનુસાર ચોકલેટ ખાવાથી રોમેન્ટિક લાઈફ સુધરે છે. ચોકલેટ એક નેચરલ એન્ટિઓક્સિડન્ટ છે. ચોકલેટમાં કોકોઆ હોય છે જે બ્લડ સર્ક્યુલેશન ને વધારે છે અને મૂડને સુધારે છે. રિસર્ચ અનુસાર ચોકલેટ ખાવાથી સેક્સ લાઈફ સુધરે છે. 

આ પણ વાંચો: આ આયુર્વેદિક કાઢો એક મહિનામાં ઘટાડશે 8 કિલો જેટલું વજન, ફરીથી વજન વધશે પણ નહીં..

વૈજ્ઞાનિકોનો દાવો છે કે ચોકલેટ ખાવાથી સેક્સ લાઈફ બુસ્ટ થાય છે. ચોકલેટ ખાવાથી મગજમાં એન્ડોર્ફીન રિલીઝ થાય છે. આ હોર્મોન શરીર અને મનને રિલેક્સ કરે છે. તેને હેપ્પી હોર્મોન પણ કહેવાય છે. ચોકલેટ ખાવાથી આ હોર્મોન શરીરમાં વધે છે. જેનાથી મેન્ટલ હેલ્થ સુધરે છે. 

ચોકલેટ ખાવાથી મૂડ પણ સારો રહે છે. રિસર્ચ અનુસાર ચોકલેટમાં કેટલાક એવા તત્વ હોય છે જેને લવ કેમિકલ પણ કહેવાય છે. ખાસ કરીને પુરુષો જો ચોકલેટ ખાય છે તો તેમને વધારે ફાયદો થાય છે. ચોકલેટમાં રહેલા કેટલાક તત્વો વ્યક્તિને કામુક કરવા માટે સક્ષમ હોય છે.

આ પણ વાંચો: Health Tips: અલગ અલગ પ્રકારના બોર હોય છે સ્વાસ્થ્યવર્ધક, જાણો કયા રોગથી આપે છે રાહત

બેલ્જિયમના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી પુરુષોમાં સેક્સ પર્ફોર્મન્સ સુધરે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ચોકલેટમાં જે કોકોઆ હોય છે તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને પુરુષોનો સ્ટેમિના અને પર્ફોર્મન્સ બંને વધે છે. 

આ ઉપરાંત ચોકલેટમાં પીઇએ નામનું યોગિક હોય છે જે સેક્સ માટેનો મૂડ બનાવે છે. વૈજ્ઞાનિકોનું એવું પણ કહેવું છે કે ડાર્ક ચોકલેટ ડોપામાઈન નામનું હોર્મોન શરીરમાં ઉત્પન્ન કરે છે જેના કારણે જો પુરુષો શારીરિક સંબંધ બનાવતા પહેલા ડાર્ક ચોકલેટ ખાય છે તો તેમનો સ્ટેમિના વધે છે.

આ પણ વાંચો: Heart Attack: સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અને કારણો પુરુષો કરતા અલગ હોય છે

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More