Home> Health
Advertisement
Prev
Next

50ની ઉંમરમાં 25 વર્ષ જેવા દેખાવું છે? આજથી જ ભોજનમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

વધતી ઉંમર સાથે તમારા ડાયેટમાં કેટલાક ફૂડ એવા સામેલ કરવા જોઈએ જે તમારા શરીરમાં કોલેજનનું પ્રમાણ જાળવી રાખે. અમે તમને એવા કેટલાક ફૂડ વિશે જણાવીશું જે ત્વચાની યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે. 

50ની ઉંમરમાં 25 વર્ષ જેવા દેખાવું છે? આજથી જ ભોજનમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

વધતી ઉંમર અને ખાણીપીણીમાં આવેલી ખરાબીના કારણે તેની સૌથી પહેલી અસર ત્વચા પર જોવા મળે છે. જો કે વધતી ઉંમરની સાથે સાથે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય છે. પરંતુ ત્વચા પર કરચલી પડવી એ સૌથી સામાન્ય સમસ્યા છે. ત્વચા પર જોવા મળતા સંકેતો પાછળ આયુષ્યની સાથે સાથે આપણી ખાણી પીણી અને શરીરમાં પોષક તત્વોની કમી પણ જવાબદાર છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ચહેરા પરથી તમારી ઉંમર ડોકિયા ન કરે તો તેના માટે કેટલાક કુદરતી ઉપાય અજમાવવા જોઈએ. ત્વચાના સ્વાસ્થ્ય પાછળ સૌથી મહત્વનું તત્વ છે કોલેજન. જે તમારી ત્વચાની યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે. વધતી ઉંમર સાથે તમારા ડાયેટમાં કેટલાક ફૂડ એવા સામેલ કરવા જોઈએ જે તમારા શરીરમાં કોલેજનનું પ્રમાણ જાળવી રાખે. અમે તમને એવા કેટલાક ફૂડ વિશે જણાવીશું જે ત્વચાની યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે. 

fallbacks

એન્ટી એજિંગ ફૂડ

1. દાડમ
એક અનાર સો બીમાર...આ હિન્દીની કહેવત તમે ક્યારેક તો સાંભળી હશે. તેનો અર્થ એ થાય છે કે એક અનાર એટલે કે દાડમ આપણા શરીરમાં સો જેટલા રોગને ઠીક કરે છે. આ સાથે જ દાડમમાં મળી આવતા એન્ટી એજિંગ ગુણ આપણી ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ચહેરા પર ઉંમર ન દેખાય તો તમારે તમારા ડાયેટમાં રોજ દાડમને સામેલ કરવું જોઈએ. 

2. ઈંડુ
પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત અને ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક છે. ઈંડુ ત્વચા પર વૃદ્ધાવસ્થાને ડોકિયા મારતી રોકે છે અને હાડકા અને માંસપેશીઓને પણ ટોન જાળવી રાખવામાં મદદ કરે છે. શાકાહારી ન હોય તેવા લોકોએ રોજ પોતાના ડાયેટમાં 2 ઈંડા જરૂર સામેલ કરવા જોઈએ. 

3. લસણ
લસણમાં સલ્ફર ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જે આપણી ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. સલ્ફર આપણા શરીરમાં કોલેજનની માત્રા વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત લસણનો પ્રયોગ કરવાથી આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. યુવા સ્કીન માટે તમારે 2 કળી લસણનું સેવન રોજ સવારે ખાલી પેટે કરવું જોઈએ. 

4 પ્રોટીન
તમારા ડાયેટમાં એવા ફૂડ પણ સામેલ કરવા જોઈએ જે પ્રોટીનથી ભરપૂર હોય. પ્રોટીન આપણા શરીરમાં નિર્માણમાં મદદ કરે છે. તેનું ભરપૂર પ્રમાણ આપણા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. રોજ પ્રોટીનથી ભરપૂર ડાયેટ જેમ કે દૂધ  અને દૂધથી બનેલા ઉત્પાદનો ખાવાથી આપણી ત્વચા પણ યુવા બની રહે છે. 

5. હળદર
આપણા ભોજનનો સ્વાદ અને રંગ વધારનારી હળદરનો શરીરમાં રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટે હળદર સારો સ્ત્રોત ગણાય છે. આ સાથે જ હળદરમાંથી મળી આવતો એન્ટી એજિંગ ગુણ આપણી ત્વચા માટે પણ  ખુબ ફાયદાકારક છે. તમે હળદરનું સેવન રોજ દૂધ સાથે રાતે સૂતા પહેલા કરી શકો છો. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More