Home> Health
Advertisement
Prev
Next

સવારે ખાલી પેટ ન ખાવી આ 3 વસ્તુઓ, ખાશો તો શરીર બની જશે બીમારીઓનું ઘર

Health Tips: સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમારે ભોજનમાંથી જરૂરી પોષક તત્વો શરીર સુધી પહોંચાડવા હોય તો જરૂરી છે કે તમે યોગ્ય વસ્તુને યોગ્ય સમયે ખાઓ.

સવારે ખાલી પેટ ન ખાવી આ 3 વસ્તુઓ, ખાશો તો શરીર બની જશે બીમારીઓનું ઘર

Health Tips: આપણા સ્વાસ્થ્ય માટે ભોજન ખૂબ જ જરૂરી છે. કારણ કે ભોજનના માધ્યમથી જ આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ખાસ કરીને સવારનો નાસ્તો ખૂબ જ મહત્વનો હોય છે. પરંતુ દરેક વસ્તુને ખાવાનો એક યોગ્ય સમય હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમારે ભોજનમાંથી જરૂરી પોષક તત્વો શરીર સુધી પહોંચાડવા હોય તો જરૂરી છે કે તમે યોગ્ય વસ્તુને યોગ્ય સમયે ખાઓ. ખાસ કરીને સવારના નાસ્તાની વાત આવે તો કેટલીક વસ્તુઓ છે જેને સવારે ખાવી જોઈએ નહીં. સવારનો નાસ્તો એવો ખોરાક છે જે તમે સવારે ખાલી પેટ લેતા હોય છે તેથી તેમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ નહીં. જો તમે આમ કરો છો તો તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે અને આંતરડામાં પણ સંક્રમણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ખાલી પેટ કઈ ત્રણ વસ્તુ છે જેનું સેવન કરવું જોઈએ નહીં.

fallbacks

આ પણ વાંચો:

આ સ્વાદિષ્ટ વસ્તુ તમને બચાવશે Stressથી, રોજ એક વાટકી ખાશો તો મૂડ રહેશે ફ્રેશ

નાસ્તામાં ચા સાથે ક્યારેય ન ખાવા પરોઠા, જાણો શા માટે છે આ સૌથી Bad Food Combination

હાર્ટ એટેકથી બચવું હોય તો આ 4 સુપરફુડનું શરુ કરો સેવન, નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ

ટામેટા

ટામેટા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે કારણ કે તે વિટામીન સી થી ભરપૂર હોય છે. પરંતુ ક્યારેક ખાલી પેટ ટામેટા ખાવા જોઈએ નહીં. ટામેટામાં એસિડિક પ્રોપર્ટીઝ હોય છે જે પેટમાં જઈને એસિડ સાથે પ્રક્રિયા કરીને એવું જેલ જેવું તત્વ બનાવે છે જેના કારણે પેટમાં દુખાવો, ગેસ, અપચા જેવી તકલીફો થઈ શકે છે.

દહીં

આમ તો દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને દિવસ દરમિયાન એક વાટકી દહીંનું સેવન કરવું જ જોઈએ. પરંતુ સવારે ખાલી પેટ દહીં ખાવાથી તબિયત બગડી પણ શકે છે. દહીમાં લેક્ટિક એસિડ હોય છે જે સવારે ખાલી પેટ ખાવાથી શરીરને નુકસાન કરે છે.

સોડા

સોડામાં હાઈ ક્વોન્ટિટી કાર્બોનેટ એસિડ હોય છે. જ્યારે તમે સોડા પીવો છો તો આ એસિડ પેટમાં રહેલા એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને તેના કારણે પેટનો અસહ્ય દુખાવો થઈ શકે છે. તેથી સવારે ખાલી પેટ સોડા પીવાનું ટાળવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More