Home> Health
Advertisement
Prev
Next

Monsoon: ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડી જાશે કીડા અને ખાવા પડશે હોસ્પિટલના ધક્કા

Monsoon: ચોમાસુ શરુ થતા કાળઝાળ ગરમીમાંથી તો રાહત મળી જાય છે પરંતુ ચોમાસા દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા વધી જતી હોય છે. આ સમય દરમિયાન ખાસ ધ્યાન આહાર અને પાણીનું રાખવું પડે છે. કારણ કે ચોમાસા દરમિયાન વાયરલ, પાણીજન્ય રોગ ઝડપથી ફેલાય છે. આ સમસ્યાથી બચવું હોય તો ચોમાસા દરમિયાન આહારમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી થઈ જાય છે. 

Monsoon: ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડી જાશે કીડા અને ખાવા પડશે હોસ્પિટલના ધક્કા

Monsoon: ચોમાસુ શરુ થતા કાળઝાળ ગરમીમાંથી તો રાહત મળી જાય છે પરંતુ ચોમાસા દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા વધી જતી હોય છે. આ સમય દરમિયાન ખાસ ધ્યાન આહાર અને પાણીનું રાખવું પડે છે. કારણ કે ચોમાસા દરમિયાન વાયરલ, પાણીજન્ય રોગ ઝડપથી ફેલાય છે. આ સમસ્યાથી બચવું હોય તો ચોમાસા દરમિયાન આહારમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી થઈ જાય છે. ખાસ કરીને કેટલાક શાકભાજી ખાવાનું આ સમય દરમિયાન ટાળવું જોઈએ. જો તમે આ વસ્તુઓનું સેવન ચોમાસા દરમિયાન કરો છો તો તેનાથી તબીયત ખરાબ થઈ શકે છે. ડોકટરો પણ વરસાદી વાતાવરણમાં ખાવા-પીવાની બાબતમાં કેટલીક કાળજી રાખવાની સલાહ આપે છે. આજે તમને જણાવીએ કે ચોમાસા દરમિયાન કયા શાક ખાવાનું ટાળવું જોઈએ. 

fallbacks

દૂધી
દૂધી એવું શાક છે જેનું સેવન ઉનાળામાં સૌથી વધુ અને વરસાદમાં ઓછું કરવું જોઈએ. વરસાદ દરમિયાન દૂધીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ભેજના કારણે તે ઝડપથી ખરાબ થઈ જાય છે જેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે. 

આ પણ વાંચો:

10 રૂપિયાની આ વસ્તુ બ્લડ સુગર-કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ, 15 દિવસ ટ્રાય કરી જુઓ

સફેદ ડુંગળી અને લાલ ડુંગળી વચ્ચે શું છે ફરક ? 90 ટકા લોકો નથી જાણતા આ વાત

નહાતી વખતે આ 5 અંગને ખાસ કરવા સાફ, મોટાભાગના લોકો ચોથી જગ્યાને નથી કરતાં બરાબર સાફ

કાકડી
વરસાદી વાતાવરણમાં કાકડીનું સેવન ઓછું કરવું જોઈએ. કાકડી પેટમાં જંતુઓને ઝડપથી વધારે છે. તેનાથી પાચન સંબંધિત ચેપ લાગી શકે છે. 

રીંગણા
વરસાદની મોસમમાં રીંગણાનું સેવન પણ ન કરવું જોઈએ. તેમાં એવા રસાયણ હોય છે જે શરીરમાં એલર્જી રિએક્શન, પિત્ત, ત્વચામાં સમસ્યા, ઉલટી જેવા લક્ષણો વધારી શકે છે.  

લીલા શાકભાજી
વરસાદની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભેજ અને ગંદકીનું પ્રમાણ વધી જાય છે. તેવામાં આ સમય દરમિયાન પાલક, કોબી જેવા પાનવાળા લીલા શાકભાજી ન ખાવા જોઈએ.  

તુરીયા
તુરીયામાં વરસાદ દરમિયાન કીડા અને પાણીથી ઝડપથી પ્રભાવિત થાય છે. તેથી તેનું સેવન કરવાનું ટાળું જોઈએ. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More