Home> Health
Advertisement
Prev
Next

ઉનાળામાં પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા કરો આ ઉપાય, મહેકવા લાગશે શરીર

કેટલાક લોકો સ્નાન કર્યા પછી શરીર ને બરાબર લૂછતા નથી, જેના કારણે બેક્ટેરિયા ની શક્તિ વધી જાય છે. તે જ સમયે, પરસેવાની દુર્ગંધ પરેશાન કરે છે. ઉનાળાની ઋતુમાં  પરસેવા ની સમસ્યા સામાન્ય છે . આ પરસેવાના કારણે તમારી ખીલ અને ઓઈલી ત્વચા થઈ જાય છે. આપણે ભોજનમાં લસણ-ડુંગળી સિવાય પણ  ઘણી એવી વસ્તુનું સેવન કરતા હોય છે જે શ્વાસની દુર્ગંધ અને પરસેવાની દુર્ગંધ માટે જવાબદાર હોય છે. વધુ પડતા સ્ટ્રેસના કારણે પણ પરસેવામાંથી દુર્ગંધ આવે છે.

ઉનાળામાં પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા કરો આ ઉપાય, મહેકવા લાગશે શરીર

નવી દિલ્લીઃ કેટલાક લોકો સ્નાન કર્યા પછી શરીર ને બરાબર લૂછતા નથી, જેના કારણે બેક્ટેરિયા ની શક્તિ વધી જાય છે. તે જ સમયે, પરસેવાની દુર્ગંધ પરેશાન કરે છે. ઉનાળાની ઋતુમાં  પરસેવા ની સમસ્યા સામાન્ય છે . આ પરસેવાના કારણે તમારી ખીલ અને ઓઈલી ત્વચા થઈ જાય છે. આપણે ભોજનમાં લસણ-ડુંગળી સિવાય પણ  ઘણી એવી વસ્તુનું સેવન કરતા હોય છે જે શ્વાસની દુર્ગંધ અને પરસેવાની દુર્ગંધ માટે જવાબદાર હોય છે. વધુ પડતા સ્ટ્રેસના કારણે પણ પરસેવામાંથી દુર્ગંધ આવે છે.
 1. ખાવાનો સોડા-
ખાવાનો સોડા રસોડા માંથી દુર્ગંધ દૂર કરવાનું કરે છે કામ. તેનો ઉપયોગ ટેલ્કમ પાવડર ની જેમ પણ કરી શકાય છે. પરસેવાને પણ દૂર કરવા માટે ખાવાનો સોડા નો ઉપયોગ થી સ્પ્રે પાણી પણ બનાવી શકો છો. આ માટે 1 કપ પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરો. ત્યારબાદ પરફ્યુમની જેમ સ્પ્રે કરો. તમારા પગ પર તેને કરો સ્પ્રે2. લીંબુ-
પરસેવાની દુર્ગંધ ને દૂર કરવા માટે લીંબુ ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. લીંબુ ત્વચાના PH ને વધુ સારી રીતે કરે છે સંતુલિત. લીંબુ ને કાપીને અંડરઆર્મ્સ પર ઘસવાથી શરીરમાંથી દુર્ગંધ નહીં આવે . જો તમે  ઈચ્છો તો કોર્ન સ્ટાર્ચ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો. તેને હાથ, પગ, અંડરઆર્મ્સ  અથવા આખા શરીર પર લગાવો. 10 મિનિટ માટે આ રીતે તેને રાખો. ત્યાર બાદ સ્નાન કરી લો આમ કરવાથી તમે તાજગી અનુભવશો અને પરસેવાની દુર્ગંધ પણ નહીં આવે.
  3. ટામેટા-
ટામેટા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે અને તે પરસેવાની દુર્ગંધને પણ દૂર કરે છે. આ માટે બેથી ત્રણ ટામેટાંનો રસ કાઢીને નહાતી ડોલના પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીથી સ્નાન કરો. જો હાથ-પગ માંથી દુર્ગંધ આવતી હોય તો હાથ-પગને આ પાણીમાં 30 મિનિટ સુધી ડૂબાડી રાખો. તેમાં હાજર એન્ટીસેપ્ટિક ગુણો કોઈપણ ગંધ પેદા કરતા બેક્ટેરિયાને મારવામાં મદદરૂપ થાય છે.4. વિનેગર-
શરીરની દુર્ગંધ દૂર કરવા માટે પણ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે, તેને કોટન પેડ માં ટેપ કરો અને પરસેવો વાળી જગ્યા ઓ પર લગાવો. તે દુર્ગંધ મારતા બેક્ટેરિયાને મારી નાખે છે, જે દુર્ગંધની સમસ્યાને દૂર કરે છે.
 5. ગ્રીન ટી-
ગ્રીન ટી માત્ર ડાર્ક સર્કલ જ નહીં પરંતુ દુર્ગંધની સમસ્યાને પણ દૂર કરી શકે છે. આ માટે એક કડાઈમાં પાણી લો અને તેને ગરમ કરવા રાખો. હવે તેમાં ગ્રીન ટીના પાન મિક્સ કરો અને પછી તેને ઉકાળો. જ્યારે તે ઉકળે, ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. હવે આ ગ્રીન ટીના પાણીમાં એક કોટન બોલ ડુબાડીને પરસેવા વાળા વિસ્તારોમાં લગાવો. જ્યાં પણ વધુ પડતો પરસેવો થતો હોય ત્યાં તેને ઘસવામાં આવે છે.
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More