Home> Health
Advertisement
Prev
Next

ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો; મેડિકલ જગતમાં મચી ગયો ખળભળાટ!

મેડિકલના ઈતિહાસમાં પહેલી વાર આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હશે, જેણે ચિકિત્સક જગતને હચમચાવી દીધા છે. જર્મનીના એક ડોક્ટરને પોતાના જ દર્દીથી કેન્સરનો ચેપ લાગવાની દુર્લભ ઘટનાએ નિષ્ણાંતો વચ્ચે ચર્ચા ઉભી કરી છે.

ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો; મેડિકલ જગતમાં મચી ગયો ખળભળાટ!

મેડિકલ જગતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ડૉક્ટરને ઓપરેશન દરમિયાન દર્દીને કેન્સર થયું. આ ઘટના વિશ્વમાં પ્રથમ વખત બની છે, જેણે તબીબી સમુદાયને આંચકો આપ્યો છે. મામલો જર્મનીનો છે, જ્યાં એક 53 વર્ષીય સર્જને 32 વર્ષીય દર્દીના પેટમાંથી એક દુર્લભ પ્રકારની કેન્સરની ગાંઠ કાઢવાનું ઓપરેશન કર્યું હતું.

fallbacks

એક એહવાલ અનુસાર, ઓપરેશન દરમિયાન ડોક્ટરનો હાથ કપાઈ ગયો હતો, પરંતુ તેને તરત જ ડિસઈન્ફેક્ટ કરીને પાટો બાંધવામાં આવ્યો હતો. જો કે, પાંત મહિના બાદ ડોક્ટરે નોટીસ કર્યું કે જ્યાં હાથ કપાયો હતો ત્યાં એક નાની ગાંઠ થઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગાંઠ એક જીવલેણ ગાંઠ હતી અને દર્દીના શરીરમાં જે કેન્સર જોવા મળ્યું હતું તે જ પ્રકારનું કેન્સર હતું. તપાસ બાદ ,નિષ્ણાંતોએ પૃષ્ટિ કરી કે આ ગાંઠ દર્દીના કેન્સર સાથે સંબંધિત ટ્યુમર કોષોને કારણે થઈ હતી.

કેન્સર કેવી રીતે થયું? 
મેડિકલ રિપોર્ટ અનુસાર, ઓપરેશન દરમિયાન, દર્દીના ગાંઠના કોષો ડૉક્ટરના કપાયેલા હાથ દ્વારા તેના શરીરમાં પહોંચ્યા. સામાન્ય રીતે, જ્યારે વિદેશી પેશીઓ અથવા કોષો શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો નાશ કરે છે. પરંતુ આ કિસ્સામાં ડૉક્ટરના શરીરની રોગપ્રતિકારક શક્તિ ગાંઠના કોષોને નષ્ટ કરવામાં નિષ્ફળ ગઈ.

મેડિકલ ઈતિહાસમાં આ દુર્લભ દુર્ઘટના
1996 માં પ્રથમ વખત પ્રકાશમાં આવી હતી અને તાજેતરમાં 'ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન' માં પ્રકાશિત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્લભ પ્રકારના કેન્સરને મેડિકલ ભાષામાં 'મેલિગ્નન્ટ ફાઈબ્રસ હિસ્ટિઓસાયટોમા' કહેવામાં આવે છે, જે સોફ્ટ ટિશ્યુમાં વિકસે છે. તબીબી નિષ્ણાતોના મતે, આવા કેસ ખૂબ જ ઓછા છે અને તેની શક્યતાઓ નહિવત્ છે. સામાન્ય રીતે, ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વિદેશી કોષોને સ્વીકારતી નથી. પરંતુ આ કિસ્સામાં ડૉક્ટરની રોગપ્રતિકારક શક્તિ નબળી સાબિત થઈ.

હવે કેવી છે ડોક્ટરની સ્થિતિ?
ડોક્ટરનું ટ્યૂમર સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું છે આને બે વર્ષ બાદ પણ તેમના શરીરમાં કેન્સર પાછું આવ્યું નથી. મેડિકલ જગતમાં કેન્સર સંબંધિત સંશોધન માટે આ કેસ નવો વિષય બની ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More