Home> Health
Advertisement
Prev
Next

Healthy Heart: સવારે વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક અને હાર્ટ રહેશે હેલ્ધી

Healthy Heart: આયુર્વેદમાં એવી જડીબુટ્ટીઓ વિશે જણાવ્યું છે જે હાર્ટની બ્લોક આર્ટરીઝમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ સાફ કરી નાખે છે. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેની કોઈ આડઅસર પણ થતી નથી. હાર્ટ સંબંધિત સમસ્યામાં કેટલાક હર્બલ ડ્રિંક્સનું નિયમિત સેવન સ્વાસ્થ્યમાં પોઝિટિવ સુધારો કરે છે. 

Healthy Heart: સવારે વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક અને હાર્ટ રહેશે હેલ્ધી

Healthy Heart: બ્લોક આર્ટરીઝ એક ગંભીર સમસ્યા છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જામી જાય તો તે બ્લોક થઈ જાય છે. જેના કારણે હાર્ટ સુધી બ્લડ બરાબર પંપ થતું નથી. તેથી જરૂરી છે કે તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરો. આ તમારા માટે મોટો ફાયદો કરાવી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

આયુર્વેદમાં એવી જડીબુટ્ટીઓ વિશે જણાવ્યું છે જે હાર્ટની બ્લોક આર્ટરીઝમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ સાફ કરી નાખે છે. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેની કોઈ આડઅસર પણ થતી નથી. હાર્ટ સંબંધિત સમસ્યામાં કેટલાક હર્બલ ડ્રિંક્સનું નિયમિત સેવન સ્વાસ્થ્યમાં પોઝિટિવ સુધારો કરે છે. 

આદુની ચા

રોજ સવારે સૌથી પહેલા દૂધવાળી નહીં પરંતુ આદુવાળી હર્બલ ટી પીવી જોઈએ. પાણીમાં આદુને ઉકાળી તેમાં મધ ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. આદુ ધમનીઓના સોજાને દુર કરે છે અને નિયમિત તેને પીવાથી કોલેસ્ટ્રોલ પમ ઘટે છે. 

આ પણ વાંચો: Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદા

લીંબુ પાણી

આ લીંબુ પાણી ખાંડવાળું મીઠું શરબત નહીં પરંતુ હેલ્ધી લીંબુ પાણી છે. સવારે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવું જોઈએ. તેનાથી શરીર ડિટોક્સ થાય છે. અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં આવે છે. 

તજ

તજ પણ આયુર્વેદિક ઔષધિ છે. તે હાર્ટ હેલ્થ માટે લાભકારી છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં તજનો પાવડર અથવા તો 2 ઈંચનો તજનો ટુકડો બરાબર ઉકાળી આ પાણીને પીવાનું રાખો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. 

આ પણ વાંચો: Diabetes:ડાયાબિટીસમાં તરબૂચ ખાવાથી નુકસાન ? જાણો બ્લડ શુગર પર થતી અસર વિશે

આંમળા

આયુર્વેદમાં આમળાને પાવરફુલ ઔષધિ માનવામાં આવે છે. આમળા કોલેસ્ટ્રોલને દુર કરી શકે છે. સવારે ખાલી પેટ આમળાનું જ્યૂસ પીવાથી હાર્ટ મસલ્સ મજબૂત થાય છે. 

મેથી

કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મેથી જાદુઈ છે. એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે મેથીનું પાણી પી મેથીને પણ ખાઈ જવી. તેનાથી ધમનીઓ મજબૂત થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

આ પણ વાંચો: Cumin: કબજીયાત, ગેસ અને બ્લોટીંગથી 10 મિનિટમાં મુક્તિ અપાવશે જીરાનો આ ઘરેલું નુસખો

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More