Home> Health
Advertisement
Prev
Next

Beetroot Juice: આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ

Beetroot Juice: જો વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય તો સફેદ વાળની સ્પીડ ઘટાડવી હોય તો એટલે કે સફેદ વાળનો ગ્રોથ સ્લો કરવો હોય તો નિયમિત બીટનો રસ પીવાનું રાખો. નિયમિત બીટનો રસ પીવાથી વાળમાં વધતી સફેદી અટકી જાય છે. રોજ બીટનો રસ પીવાથી શરીરમાં અન્ય ફેરફાર પણ જોવા મળે છે. આજે તમને બીટનો રસ પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ 

Beetroot Juice: આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ

Beetroot Juice: વધતી ઉંમરે વાળ સફેદ થાય તે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક કારણોસર નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગે છે. વાળ જ્યારે સફેદ થવા લાગે તો ચિંતા થાય તે સ્વાભાવિક છે. એવી તો કોઈ જાદુઈ દવા નથી જે સફેદ થતાં વાળને કાળા કરી દે. પરંતુ તમે તમારા આહારમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો તો વાળનું સ્વાસ્થ્ય સુધરી શકે છે અને સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે. આજે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ

જો વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય તો સફેદ વાળની સ્પીડ ઘટાડવી હોય તો એટલે કે સફેદ વાળનો ગ્રોથ સ્લો કરવો હોય તો નિયમિત બીટનો રસ પીવાનું રાખો. નિયમિત બીટનો રસ પીવાથી વાળમાં વધતી સફેદી અટકી જાય છે. રોજ બીટનો રસ પીવાથી શરીરમાં અન્ય ફેરફાર પણ જોવા મળે છે. આજે તમને બીટનો રસ પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ 

બીટનો રસ પીવાથી થતા લાભ

આ પણ વાંચો: Panchgavya: ગૌમાતાથી મળતા પંચગવ્ય છે વરદાન, આ 5 વસ્તુઓ દુર કરી શકે છે કોઈપણ બીમારી

- બીટમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કોલેજન પ્રોડક્શન વધારે છે. તેના કારણે વાળ મજબૂત થાય છે વાળ સફેદ થતાં અટકે છે અને વાળની ખરવાની સમસ્યા ઘટી જાય છે. 

- બીટનો રસ પીવાથી લીવરને પણ ફાયદો થાય છે. બીટનો રસ લીવરને ઓક્સિડેટીવ ડેમેજથી બચાવે છે. બીટનો રસ પીવાથી લીવરમાં સોજો આવતો નથી. 

આ પણ વાંચો: Dry Cough: સૂકી ઉધરસ માટે દવા કરતાં વધુ અસરકારક છે આ ઘરેલું ઉપચાર, તુરંત થશે અસર

- બીટનો રસ પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની હેલ્થ પર પણ સકારાત્મક અસર જોવા મળે છે. 

- બીટનો રસ પીવાથી ત્વચા પર પણ ફેરફાર જોવા મળે છે. નિયમિત બીટનો રસ પીવાથી ત્વચા વધારે સાફ અને હેલ્ધી દેખાય છે તેનાથી ત્વચા પર નિખાર વધે છે. 

આ પણ વાંચો: સ્પ્રાઉટ્સ કયા સમયે ખાવાથી થાય સૌથી વધુ લાભ ? જાણો ફણગાવેલા કઠોળથી થતા લાભ વિશે

- બીટમાં એવા તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. નિયમિત બીટનો રસ પીવાથી આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જામતું અટકે છે. જેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટે છે. 

- જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ બીટનો રસ ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More