Home> Health
Advertisement
Prev
Next

Fenugreek Water: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહેજો...

Fenugreek Water: મેથી દાણા પોષકતત્વોથી ભરપુર હોય છે. મેથીનું પાણી પીવાથી પણ શરીરને ઘણા લાભ થાય છે. આજે તમને મેથીનું પાણી પીવાથી થતા લાભ વિશે જણાવીએ.
 

Fenugreek Water: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહેજો...

Fenugreek Water: મેથી દાણાનું પાણી શરીર માટે ફાયદાકારક છે. મેથીમાં સોડિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને મિનરલ્સ જેવા કમ્પાઉન્ડ હોય છે. મેથી ફાઇબરથી પણ ભરપૂર હોય છે. સવારના સમયે મેથી દાણાનું પાણી જો નિયમિત પીવામાં આવે તો શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફાર જોવા મળે છે. જો તમારે આ પ્રયોગ અને લાભ મેળવવા હોય તો ફક્ત 30 દિવસ માટે સવારના સમયે મેથીનું પાણી પીવાનું રાખો. 

fallbacks

આ પણ વાંચો: 300 પાર થઈ જતું હોય બ્લડ શુગર તો અપનાવો આ 5 ઘરેલુ નુસખા, કંટ્રોલમાં આવી જશે શુગર

સવારે મેથીનું પાણી પીવાથી ઘણી બધી હેલ્થ સમસ્યાથી છુટકારો મળવા લાગશે. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળી દો. સવારે આ પાણી પી લેવું. મેથી સ્વાદમાં કડવી અને ગરમ તાસીરની હોય છે. તે શરીરના વાત અને કફ દોષને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે હાર્ટ માટે પણ લાભકારી છે. મેથી વીર્ય વર્ધક પણ ગણાય છે. મેથીનું પાણી પીવાથી ઘણી બધી સમસ્યામાં લાભ થઈ શકે છે. 

સવારે મેથીનું પાણી પીવાથી થતા લાભ 

આ પણ વાંચો: Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ

બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે 

મેથીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. ડાયાબિટીસના દર્દી સવારે મેથીનું પાણી પીવે તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કુદરતી રીતે વધે છે. 

આ પણ વાંચો: ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો

હાર્ટ રહેશે હેલ્ધી 

પોષક તત્વોથી ભરપૂર મેથીનું પાણી નિયમિત પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. 

આ પણ વાંચો: Vegetable: આ 3 લીલા શાક કાચા ખાવાની ભુલ ન કરતાં, કિડની, લિવર, મગજ થઈ શકે છે ડેમેજ

સ્કિન અને વાળને ફાયદો 

મેથીમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે સ્કીન અને વાળને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. મેથીનું પાણી પીવાથી ખીલ અને ડાઘ દૂર થાય છે. તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. 

આ પણ વાંચો: રાત્રે 1 ચમચી જીરું, વરિયાળી અને અજમાનો પાવડર પી લો, દવા વિના મટી જાશે આ 4 સમસ્યાઓ

ઇમ્યુનિટી બુસ્ટ થશે 

નિયમિત સવારે મેથીનું પાણી પીવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. મેથીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ શરીરની ઇમ્યુનિટી વધારે છે. રોજ સવારે મેથીનું પાણી પીવાથી ઉધરસ અને શરદીથી રાહત મળે છે. 

આ પણ વાંચો: 7 દિવસ ખાલી પેટ આ 3 શાકના જ્યુસ પીવો, નાની-મોટી સમસ્યાઓ તો દવા વિના જ મટવા લાગશે

વજન ઘટશે 

વજન ઘટાડવામાં પણ મેથીનું પાણી મદદ કરે છે. મેથીનું પાણી સવારે પીવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે. મેથીનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. 

આ પણ વાંચો: Coconut Water: આ 4 બીમારીમાં દર્દીને ન આપવું નાળિયેર પાણી, તબિયત વધારે બગડશે

પાચન ક્રિયા સુધરશે 

મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. મેથીનું પાણી પીવાથી કબજિયાત, એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More