Home> Health
Advertisement
Prev
Next

Fennel Tea: દિવસમાં એકવાર પી લેવી આ ચા, વજન ઘટશે, આંખના નંબર ઉતરશે અને થશે અન્ય ઘણા ફાયદા

Saunf Ke Fayde: વરીયાળીની ચા બનાવી ખૂબ જ સરળ છે તેના માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં એક ચમચી વરિયાળી અડધી ચમચી અજમા અને એક ટુકડો આદુનો છીણીને ઉમેરો. 5 થી 10 મિનિટ બધી જ સામગ્રીને સારી રીતે ઉકાળો અને પછી ગાળીને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.

Fennel Tea: દિવસમાં એકવાર પી લેવી આ ચા, વજન ઘટશે, આંખના નંબર ઉતરશે અને થશે અન્ય ઘણા ફાયદા

Saunf Ke Fayde: વરીયાળી એક આયુર્વેદિક ઔષધી છે જેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોટાભાગે તેનો ઉપયોગ મુખવાસ તરીકે થાય છે. તમે યોગ્ય માત્રામાં રોજ વરીયાળીનું સેવન કરી શકો છો. વરીયાળી ફાઇબર એન્ટિક ઓક્સીડન્ટ અને અન્ય જરૂરી મિનરલ્સ થી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ અને સમસ્યાઓ શરીરમાંથી દૂર થાય છે. વરીયાળીને લોકો અલગ અલગ રીતે ખાતા હોય છે. પરંતુ આજે તમને જણાવીએ કે વરીયાળીને તમે પાણીમાં ઉકાળી તેની ચા બનાવીને કેવી રીતે પી શકો છો અને આ ચા પીવાથી કેટલા ફાયદા થાય છે. 

fallbacks

આ પણ વાંચો: નસેનસમાં જામેલી ચરબીને ઓગાળી દેશે મેથી, આ રીતે ખાવાથી બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં

વરીયાળીની ચા કેવી રીતે બનાવવી ? 

વરીયાળીની ચા બનાવી ખૂબ જ સરળ છે તેના માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં એક ચમચી વરિયાળી અડધી ચમચી અજમા અને એક ટુકડો આદુનો છીણીને ઉમેરો. 5 થી 10 મિનિટ બધી જ સામગ્રીને સારી રીતે ઉકાળો અને પછી ગાળીને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.

વરિયાળીની ચા પીવાથી થતા ફાયદા

આ પણ વાંચો: મોંઘાદાટ પ્રોટીન પાવડર કરતાં વધારે ફાયદો કરશે સસ્તુ સત્તુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

વજન ઘટે છે

વરીયાળી પાચન ક્રિયાને સંતુલિત કરે છે અને તેનાથી મેટાબોલિઝમ સુધરે છે. સવારે વરીયાળી ની ચા પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જેના કારણે તમે ઓવરિટિંગ કરવાથી બચો છો જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.

આંખના નંબર ઉતરે છે

વરીયાળીમાં વિટામીન એ હોય છે જે આંખ માટે ફાયદાકારક છે. વિટામીન આંખના લેન્સના પ્રોટીનને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી કે ટ્રેકનું જોખમ પણ ઓછું થાય છે.

આ પણ વાંચો: Health Tips: શરદી, ઉધરસ, કફથી પરેશાન છો તો દવા પહેલા ટ્રાય કરી લો આ આયુર્વેદિક નુસખા

હાઈ બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં

વરીયાળીમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં એસિડ બેઝ બેલેન્સ સંતુલિત કરે છે જેના કારણે હાર્ટ રેટ નિયંત્રણમાં રહે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

વરીયાળી ખાવાથી થતા અન્ય ફાયદા

વરીયાળીની ચા ઉપરાંત વરીયાળીનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે માસિક સમયે થતા દુખાવાથી રાહત મળે છે ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી. હાઈ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

આ પણ વાંચો: Winter: વર્ષ આખું રહેવું હોય નિરોગી તો શિયાળામાં આ 5 વસાણાં ખાવાનું ચૂકતા નહીં

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More