LDL Cholesterol: કોલેસ્ટ્રોલ આપણા શરીરની નસોમાં જામેલું ફેટ હોય છે. કોલેસ્ટ્રોલનો ઉપયોગ શરીર સેલ્સ અને હોર્મોન્સ બનાવવા માટે કરે છે. શરીરમાં ગુડ અને બેડ એમ બંને પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય તો તે બ્લડ સર્ક્યુલેશનમાં બાધા બની જાય છે. તેના કારણે હૃદય સુધી રક્ત બરાબર રીતે પહોંચતું નથી.
આ પણ વાંચો: શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ કોલેસ્ટ્રોલને સમય રહેતા જ કંટ્રોલ કરી લેવું જોઈએ. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ડોક્ટર દવા આપે છે. પરંતુ જો બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ દેખાવા લાગે ત્યારથી તમે એક જ્યુસ પીવાનું શરૂ કરી દો તો કાયમી દવા ખાવાની સ્થિતિ સુધી જતા બચી શકાય છે.
આ પણ વાંચો: Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ નેચરલી ઘટાડવા સવારે ખાલી પેટ શું ખાવું ? જાણી લો
કેટલું હોવું જોઈએ બેડ કોલેસ્ટ્રોલ ?
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે કે બરાબર તે વાત તેની માત્રા પરથી જાણી શકાય છે. નિષ્ણાંતો અનુસાર વયસ્ક વ્યક્તિમાં બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ 100 mgdl થી ઓછું હોવું જોઈએ. જ્યારે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલનું સ્તર 60mgdl થી વધારે હોવું જોઈએ.
નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધતું હોવાના લક્ષણ
આ પણ વાંચો: પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
શ્વાસ ભારે થઈ જવો
છાતીમાં દુખાવો
થાક
ધબકારા ઓછા કે વધી જવા
નબળાઈ
આંખની ઉપર સ્કીન પીળી થવી અને સોજી જવી.
આ પણ વાંચો: Peanut: આ 5 લોકોએ ન ખાવી મગફળી, ખાવાથી વજન, યુરિક એસિડ અને સ્કિનની તકલીફ વધી જશે
બેડ કોલેસ્ટ્રોલનો રામબાણ ઈલાજ
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત થાય ત્યારથી જ જો તમે ટમેટાનો રસ પીવા લાગો છો તો સ્થિતિ સુધરી શકે છે. ટમેટામાં લાયકોપીન નામનું યૌગિક હોય છે. જે લિપિડના સ્તરમાં સુધારો કરવા માટે જાણીતું છે. તેની સાથે જ ટમેટાનો રસ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડતા ફાઇબર અને નિયાસીનથી પણ ભરપૂર હોય છે. એક સ્ટડી અનુસાર નિયમિત મીઠા વિનાનો ટમેટાનો રસ કાઢીને પીવાથી બેડ કોલેસ્ટ્રોલની સ્થિતિ સુધરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે