Home> Health
Advertisement
Prev
Next

Heart Attack: હાર્ટએટેક આવે તેના 2 દિવસ પહેલા જોવા મળે છે આ 5 લક્ષણ, જરાય ઈગ્નોર કરવાની ભૂલ ન કરતા

Heart attack early signs: હાર્ટએટેક આવતા પહેલા કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. જે અનેક લોકો જલદી ઓળખી શકતા નથી. આ લક્ષણો  ખાસ જાણો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

Heart Attack: હાર્ટએટેક આવે તેના 2 દિવસ પહેલા જોવા મળે છે આ 5 લક્ષણ, જરાય ઈગ્નોર કરવાની ભૂલ ન કરતા

હાર્ટએટેક જીવલેણ પણ હોઈ શકે છે. આથી હાર્ટએટેકથી બચવા માટે તમામ પ્રકારની સાવધાનીઓ વર્તવાની સલાહ આપવામાં આવે છે. હાર્ટએટેક દુનિયાભરમાં સમય પહેલા થતા મોતનું એક મોટું કારણ છે આથી હાર્ટએટેકથી બચવા માટે તમામ જરૂરી ઉપાય કરવામાં આવે છે. શરીરમાં થનારા ફેરફારથી હાર્ટએટેકના જોખમને સમજી શકાય છે. જો કે શરીર દ્વારા અપાતા આવા સંકેતોને લોકો મામૂલી સમજીને નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ આ લક્ષણો પર ધ્યાન આપવાથી તમને હાર્ટએટેક જેવી જીવલેણ બીમારીથી બચવામાં મદદ મળી શકે છે. જાણો હાર્ટએટેકના કેટલાક આવા જ લક્ષણો જેને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. 

fallbacks

હાર્ટએટેકના 48 કલાક પહેલા જોવા મળતા સામાન્ય લક્ષણ
હાર્ટએટેકના 48 કલાક પહેલા તમારું શરીર કેટલાક સ્પષ્ટ સંકેત મોકલે છે. છાતીમાં જોરદાર દુખાવો અને પ્રેશર મહેસૂસ થવું એ હાર્ટએટેકનો એક પૂર્વ સંકેત છે. આ સાથે જ છાતીમાં ભારેપણું ફીલ થવું અને છાતીમાં બળતરા મહેસૂસ થવી એ પણ હાર્ટએટેકનું એક લક્ષણ છે. 

વધુ પડતો થાક લાગવો
હંમેશા થાક અને નબળાઈ મહેસૂસ કરવી પણ હાર્ટએટેકનું એક લક્ષણ હોઈ શકે છે. 

શ્વાસ ફૂલી જવો
નાના નાના કામ કર્યા બાદ પણ જો તમને શ્વાસ ફૂલી જતો એટલે કે ચડતો હોય તો ચેતી જવું. જો આ સમસ્યા તમને સતત અને વારંવાર મહેસૂસ થતી હોય તો તમારે તેના પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. 

પીઠમાં દુખાવો
હાર્ટએટેક આવતા પહેલા ડાબા હાથ અને પીઠમાં દુખાવો મહેસૂસ થઈ શકે છે. 

વધુ પડતો પરસેવો આવવો
ઠંડીની સીઝનમાં પણ જો પરસેવો આવે કે રાતના સમયે પરસેવો વળતો હોય તો હાર્ટ સમસ્યા હોઈ શકે છે. આ હાર્ટએટેકનું એક પૂર્વ લક્ષણ પણ હોઈ શકે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More