Home> Health
Advertisement
Prev
Next

Pneumonia: જીવલેણ ન્યુમોનિયાના શરુઆતી લક્ષણો, ઉધરસને સામાન્ય ગણી લાંબા સમય સુધી ઈગ્નોર ન કરો

Early Signs of Pneumonia: આ સીઝનમાં થતી શરદી-ઉધરસની સમસ્યાને લોકો સામાન્ય ગણી ઈગ્નોર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શરદી-ઉધરસ જો નિમોનિયાના કારણે હોય તો તેમાં જીવ પણ જઈ શકે છે ? આજે તમને જણાવીએ નિમોનિયાના શરુઆતી લક્ષણો વિશે.
 

Pneumonia:  જીવલેણ ન્યુમોનિયાના શરુઆતી લક્ષણો, ઉધરસને સામાન્ય ગણી લાંબા સમય સુધી ઈગ્નોર ન કરો

Early Signs of Pneumonia: ચોમાસામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થાય છે. ક્યારેક વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય તો ક્યારેક બફારો અને ગરમી હોય છે. ચોમાસામાં અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાનો પ્રકોપ પણ વધી જાય છે. ચોમાસાના દિવસોમાં શ્વાસ સંબંધિત સમસ્યાનું જોખમ અનેક ઘણું વધે છે. આ ઋતુમાં નિમોનિયાનું રિસ્ક પણ વધી જાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ન્યૂમોનિયાનો શિકાર ઝડપથી થઈ જાય છે. ન્યૂમોનિયા એવી બીમારી છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી તેના શરૂઆતથી લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે. 

fallbacks

આ પણ વાંચો: કિડની ડેમેજ થાય ત્યારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, ધ્યાન ન આપો તો કિડની થઈ જાય ફેલ

ન્યૂમોનિયા થવાનું કારણ 

ન્યૂમોનિયા એવી બીમારી છે જે થઈ જાય તો ફેફસા સોજી જાય છે અને વ્યક્તિનો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. ન્યૂમોનિયા બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે એલર્જીના કારણે પણ થઈ શકે છે. 

આ પણ વાંચો: Stomach Cancer: સવારે ઉઠતા વેંત થતી આ 5 સમસ્યા હોય શકે છે પેટમાં કેન્સરની શરુઆત

નિમોનિયાના લક્ષણો 

દરેક વ્યક્તિમાં ન્યૂમોનિયા ના લક્ષણ અલગ અલગ હોય છે. કેટલાક લોકોને શરૂઆતમાં તાવ આવે છે અને ઠંડી લાગે છે સાથે જ શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. ન્યૂમોનિયા થઈ જાય તો છાતીમાં દુખાવો પણ રહે છે. નિમોનિયામાં શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવો અનુભવાય છે. ઘણા લોકોને નિમોનિયામાં શરદી, ઉધરસ અને કફ થઈ જાય છે. નિમોનિયા ગંભીર સ્થિતિમાં હોય તો વ્યક્તિને કફમાં લોહી પણ નીકળે છે. નિમોનિયા થઈ જાય તો વ્યક્તિને થાક ઝડપથી લાગે છે અને આખો દિવસ નબળાઈનો અનુભવ થાય છે. વ્યક્તિને નિમોનિયા થઈ જાય તો નખ અને ત્વચા બ્લુ જેવા દેખાય છે. 

આ પણ વાંચો: મગજ શાંત રાખવાથી લઈ શરીરને આરામ આપે છે ચાંદી, જાણો ચાંદી પહેરવાથી શરીરને થતા લાભ

નિમોનિયા થવાનું જોખમ કોને સૌથી વધારે? 

નિમોનિયાના મામલા પાંચ વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે છે. નિમોનિયાના કારણે બાળકોનો જીવ પણ જઈ શકે છે. 60 વર્ષથી વધુના લોકોને પણ નિમોનિયા થવાનું રિસ્ક વધારે હોય છે. 

આ પણ વાંચો: ચોમાસામાં તુલસી-મરીનો ઉકાળો પીવાથી થશે લાભ, શરીરની આસપાસ પણ નહીં ફરકે બીમારીઓ

નિમોનિયા થવાનું કારણ 

ઠંડુ અને ભેજવાળું વાતાવરણ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, પોષક તત્વની ખામી અથવા તો ફંગસ કે સંક્રમણના કારણે પણ ન્યુમોનિયા થઈ શકે છે. નિમોનિયાના બેક્ટેરિયા ઉધરસ કે છીંકના માધ્યમથી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More