Home> Health
Advertisement
Prev
Next

Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા

Kidney Pain Remedies: કિડનીમાં પથરીનો દુખાવો ખૂબ પરેશાન કરી શકે છે. પરંતુ કેટલાક દેશી નુસખા આ સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આજે તમને આવા સરળ નુસખા વિશે જણાવીએ.
 

Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા

Kidney Pain Remedies: પથરીનો દુખાવો ભયંકર હોય છે. જ્યારે કિડનીમાં જમા થતા મિનરલ્સ અને સોલ્ટ ક્રિસ્ટલ તરીકે જામી જાય છે તો તે પથ્થર બની જાય છે. કિડનીમાં પથરી હોય તો અચાનક જ તીવ્ર દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો શરૂ થાય ત્યારે તુરંત જ દવાઓ કરવી પડે છે. પથરીનો ઈલાજ કરાવવો પણ જરૂરી છે. ડોક્ટરની સલાહ અનુસાર પથરીની સારવાર કરવી જોઈએ.

fallbacks

આ પણ વાંચો: 5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..

પથરી થવાનું જોખમ અનહેલ્ધી આહાર, જીવનશૈલી, પારિવારિક હિસ્ટ્રીના કારણે વધી શકે છે. આ સિવાય ઓછું પાણી પીવું અને બેઠાડું જીવનશૈલીના કારણે પણ કિડની સમસ્યા થવાનું જોખમ વધે છે. કોઈપણ કારણસર પથરી થઈ હોય અને તેના દુખાવાથી રાહત મેળવવી હોય અથવા તો દુખાવાને કંટ્રોલ કરવો હોય તો આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. 

આ પણ વાંચો: શું તમે પણ દિવસ દરમિયાન વારંવાર ટચાકા ફોડે રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી જરૂરી

લીંબુ અને ઓલિવ ઓઈલ 

લીંબુ અને ઓલિવ ઓઇલ તમારી મદદ કરી શકે છે. લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે કિડની સ્ટોનને તોડવામાં મદદ કરે છે. ઓલિવ ઓઈલમાં તેને મિક્સ કરીને પીવાથી પથરી તૂટવાની પ્રક્રિયા ઝડપી થશે. તેના માટે એક ચમચી ઓલિવ ઓઈલમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીવાનું રાખો. તેનાથી દુખાવામાં પણ આરામ મળશે અને આકાર પણ નાનો થઈ શકે છે 

આ પણ વાંચો: શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી

બેકિંગ સોડા અને પાણી 

બેકિંગ સોડા શરીરના પીએચ લેવલને સંતુલિત કરે છે અને કિડની સ્ટોનને દુર કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પી જવાથી કિડનીમાં જમા થયેલા સ્ટોનની સમસ્યામાં આરામ મળે છે. પથરીના દુખાવાને ઘટાડવામાં પણ આ ઉપાય કારગર છે. 

આ પણ વાંચો: Bad Habits: આ 4 ખરાબ આદતોના કારણે સડી જાય છે કિડની, એક પણ હોય તો તુરંત બદલજો

તરબૂચ 

તરબૂચનો સેવન કરવાથી પણ પથરીના દુખાવામાં ફાયદો થઈ શકે છે. તરબૂચમાં ઉચ્ચ માત્રામાં પાણી હોય છે જે પથરીને ફ્લશ કરવામાં મદદ કરે છે. ઉનાળામાં દિવસ દરમિયાન તરબૂચનું જ્યુસ અથવા તો તાજુ તરબૂચ કાપીને ખાવાથી પથરીમાં રાહત થઈ શકે છે. 

આ પણ વાંચો: ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો

ગ્રીન ટી 

ગ્રીન ટી એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે અને તે પથરીના નિર્માણને રોકવામાં મદદ કરી શકે છે. રોજ ગ્રીન ટીનું સેવન કરવાથી કિડની સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ શકે છે. ગ્રીન ટી શરીરમાં જતા વધારાના ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More