Liver Friendly Diet: લીવર શરીરમાં અનેક કામ કરે છે. ભોજનનું પાચન કરવાથી લઈને શરીરમાંથી ગંદકી બહાર કાઢવી, પોષક તત્વોને સ્ટોર કરીને શરીરને એનર્જી આપવા જેવા ફંકશન લીવર કરે છે. પરંતુ બદલતી જીવનશૈલી, ખરાબ ખાણીપીણી, ચિંતા વગેરે કારણોને લીધે લીવર સંબંધિત સમસ્યાઓ ખાસ કરીને ફેટી લીવર ડિસીઝ ઝડપથી વધી રહ્યું છે.
આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં સેફ રહેવા કરો આ કામ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ બચી જશો
ફેટી લીવર પહેલાના સમયમાં મોટી ઉંમરના લોકોને થતી સમસ્યા હતી પરંતુ હવે યુવા વયમાં પણ લોકો ફેટી લેવરનો શિકાર થઈ જાય છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે લીવરને હેલ્ધી રાખવું હોય તો કેટલાક સરળ અને નેચરલ ઉપાય પણ અપનાવી શકાય છે. આજે તમને આવો જ એક સરળ ઉપાય જણાવીએ. જો તમે દૈનિક જીવનમાં આ ટિપ્સને ફોલો કરવા લાગશો તો લીવર નેચરલી હેલ્ધી રહેશે.
આ પણ વાંચો: High BP: ગરમીમાં હાઈ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે 4 ફળ, રોજ ખાવું કોઈપણ એક
દવાઓને બદલે જો સમયસર તમે યોગ્ય વસ્તુઓનું સેવન કરો અને જીવનશૈલીને સુધારી લો તો લીવર હેલ્ધી રહે છે. ખાસ તો દિવસની શરૂઆત જો તમે એક ફળ ખાઈને કરશો તો પણ લીવરની હેલ્થ સારી રહેશે.
આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા ચહેરા પર દેખાતા 5 લક્ષણો
સ્વાસ્થ્ય નિષ્ણાતંના જણાવ્યા અનુસાર લીવરનું સ્વાસ્થ્ય સુધારવા માટે સવારે બે સફરજન ખાલી પેટ ખાવા જોઈએ. સફરજન માં ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ અને જરૂરી વિટામીન હોય છે જે લીવર ડિટોક્ષ કરવાનું કામ કરે છે અને ફેટ જામતું અટકાવે છે. રોજ સવારે ખાલી પેટ સફરજન ખાવાની આદત રાખવાથી લીવર સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.
આ પણ વાંચો: ડાયાબિટીસમાં લાભ સાથે તાવમાં પેરાસિટામોલ જેવું કામ કરે આ વસ્તુ, જાણો ઉપયોગની રીત
ફેટી લીવરના લક્ષણો
ફેટી લીવરના શરૂઆતી લક્ષણોને ઓળખવા જરૂરી છે જેથી સમયસર ઈલાજ શરૂ થઈ શકે. નિષ્ણાંતો અનુસાર જો ગરદન કાળી થવા લાગે અથવા તો શરીર પર નાના-નાના મસા અચાનક દેખાવા લાગે તો તે સંકેત છે કે ફેટી લીવરની શરૂઆત થઈ છે. આવા લક્ષણો દેખાય ત્યારથી જ જીવનશૈલીમાં ફેરફાર શરૂ કરી દેવો. સાથે જ નિષ્ણાંતની મદદ પણ લેવી.
આ પણ વાંચો: આંખોમાં થતી આ સમસ્યાઓ ફેટી લિવરનું લક્ષણ, સમયસર ધ્યાન આપો તો લિવર ડેમેજ ન થાય
આ વસ્તુઓને અવોઈડ કરો
લીવરનું સ્વાસ્થ્ય બગાડતા ખાદ્ય પદાર્થોમાં તળેલી વસ્તુઓ, પ્રોસેસ ફૂડ, જંક ફૂડ ન સમાવેશ થાય છે. આવી વસ્તુઓ ખાવાથી લીવરમાં ફેટ જામે છે અને તેની કાર્યક્ષમતાને પણ નુકસાન થાય છે. આ સિવાય સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન પણ લીવરને ખરાબ કરે છે તેથી આ આદતોને છોડી દેવી જોઈએ.
આ પણ વાંચો: Fennel Seeds: ઉનાળામાં 4 રીતે વરિયાળીનો ઉપયોગ કરો, કાળઝાળ ગરમીમાં પણ બીમાર નહીં પડો
નિયમિત વ્યાયામ જરૂરી
લીવર સંબંધિત સમસ્યાઓને ટાળવી હોય તો દિવસમાં 30 મિનિટ શારીરિક ગતિવિધિ કરવી જરૂરી છે. 30 મિનિટ માટે તમે કોઈપણ વ્યાયામ કરી શકો છો. જો તમે ફિઝિકલ એક્ટિવિટી ન કરી શકો તો યોગ પણ કરી શકો છો. યોગથી પણ લીવરમાં ફેટ જામતું નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે