Home> Health
Advertisement
Prev
Next

Isabgol Benefits: રોજ આ રીતે કરો ઈસબગુલનું સેવન, 30 દિવસમાં સ્થૂળતા સહિતની આ 3 સમસ્યા થશે દુર

Isabgol Benefits: ઇસબગુલમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે જેના કારણે તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવાય છે સાથે જ તેમાં ફેટ અને કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી તેનું સેવન કરવાથી સ્થૂળતા પણ નિયંત્રણમાં આવે છે. આજે તમને ઇસબગુલનું સેવન કરવાની સૌથી શ્રેષ્ઠ રીત જણાવીએ જે રીતે તમે 30 દિવસ સુધી ઇસબગુલ નું સેવન કરશો તો કમર અને પેટની આસપાસ વધેલી ચરબી ઝડપથી ઓગળી જશે. 

Isabgol Benefits: રોજ આ રીતે કરો ઈસબગુલનું સેવન, 30 દિવસમાં સ્થૂળતા સહિતની આ 3 સમસ્યા થશે દુર

Isabgol Benefits: ઇસબગુલ વિશે તો તમે પણ જાણતા હશો વર્ષોથી કબજિયાત અને પેટ સંબંધિત અન્ય બીમારીઓને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇસબગુલમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે જેના કારણે તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવાય છે સાથે જ તેમાં ફેટ અને કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી તેનું સેવન કરવાથી સ્થૂળતા પણ નિયંત્રણમાં આવે છે. આજે તમને ઇસબગુલનું સેવન કરવાની સૌથી શ્રેષ્ઠ રીત જણાવીએ જે રીતે તમે 30 દિવસ સુધી ઇસબગુલ નું સેવન કરશો તો કમર અને પેટની આસપાસ વધેલી ચરબી ઝડપથી ઓગળી જશે. 

fallbacks

ઇસબગુલને વૈજ્ઞાનિક ભાષામાં સાઇલીયમ હસ્ક કહેવાય છે. તેના છોડની ડાળી ઉપર આ સફેદ રંગના બીજ ચિપકેલા રહે છે જેને ઇસબગુલ કહેવાય છે. ઇસબગુલનો ઉપયોગ પેટ સંબંધિત બીમારીઓમાં રામબાણ દવા તરીકે કરી શકાય છે. ઇસબગુલને ખાતા પહેલા તેને પાણીમાં પલાળી દેવામાં આવે છે જેથી તે ફૂલી જાય ત્યાર પછી તેનું સેવન કરવામાં આવે છે.

આ પણ વાંચો:

ઘરગથ્થુ વસ્તુઓથી બનેલું આ હેર માસ્ક વાળમાં લગાડવાથી એકવારમાં સફેદ વાળ થશે કાળા

આ વસ્તુની મદદથી 5 મિનિટમાં દુર થશે કપમાં જામેલી ગંદકી, વર્ષો જુના કપ દેખાશે નવા જેવા

ઘરમાં રહેલી આ વસ્તુઓ કરે છે સનસ્ક્રીન લોશન જેવું કામ, તડકાથી ત્વચાને રાખશે સુરક્ષિત
 

ત્રિફળા સાથે ઇસબગુલ

જો તમારે શરીરનું વધેલું વજન ઝડપથી ઉતારવું હોય તો ત્રિફળા અને ઇસબગુલ નું એક ડ્રીંક બનાવીને પી શકો છો તેના માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી ઈસબગુલ અને એક ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરો ત્યાર પછી બે મિનિટ સુધી તેને સારી રીતે મિક્સ કરો અને પછી પી જવું આ મિશ્રણ પીવાથી આંતરડાની સફાઈ થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 

દહી અને ઇસબગુલ

ઇસબગુલ નો સ્વાદ ફીખ્ખો હોય છે જો તમે તેને ત્રિફળા ની સાથે ખાઈ શકતા નથી તો તમે દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો તેના માટે એક વાટકી દહીંમાં એક ચમચી ઇસબગુલ મિક્સ કરીને થોડીવાર માટે તેને ફુલવા દો જ્યારે ઇસબગુલ ભૂલી જાય તો તેને દહીંની સાથે ખાઈ લેવું. આમ કરવાથી વજન વધતું નથી અને શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે.

પાણી સાથે ઇસબગુલ

ઇસબગુલ ને સવારે ખાલી પેટ પાણી સાથે પણ પી શકાય છે તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઇસબગુલ મિક્સ કરીને બે મિનિટ સુધી તેને રહેવા દો જ્યારે ઇસબગુલ બરાબર ફૂલી જાય તો તે પાણીને પી જવું નિયમિત રીતે આ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને કમરની આસપાસ જામેલી ચરબી ઓગળી જાય છે.

(Disclimer: આ લેખમાં દર્શાવેલ ઉપાયો અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More