Health Tips: પ્રોટીન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વ્યક્તિએ પોતાના ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવો જ જોઈએ. પ્રોટીન ચીઝ, ઈંડા અને ચિકનમાંથી પુષ્કળ પ્રમાણમાં હોય છે. પરંતુ જો તમે વેજીટેરીયન છો તો તમારા માટે લીલા મગ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
લીલા મગ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે તમને લીલા મગ વિશે જણાવીએ. મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો રોજ તમે મગનું સેવન કરો છો તો તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર મગને હંમેશા પલાળીને ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરને ચમત્કારિક ફાયદા થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ લીલા મગ પલાળીને ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
આ પણ વાંચો:
જીમમાં વર્કઆઉટ કે ડાંસ કરતી વખતે શા માટે થાય છે મૃત્યુ ? જાણો કેવી રીતે કરવો બચાવ
દરેક મહિલાએ દિવસમાં 1 ગ્લાસ દૂધ પીવું જરૂરી, રોજ દૂધ પીવાથી થાય છે આ 5 ફાયદા
માસિક દરમિયાન વાળ ધોવામાં આ વાતનું રાખવું ધ્યાન નહીં તો થઈ જશે આ ગંભીર બીમારી
1. મેટાબોલિઝમ વધારવા માટે લીલા મગ ઉત્તમ છે. લીલા મગ ખાધા પછી પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે વધારે ખાવાથી બચી જશો.
2. લીલા મગ પોટેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
3. લીલા મગ પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કોપર જેવા પોષક તત્વોથી ભરપૂર છે. આ સિવાય તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામિન B6 હોય છે.
4. લીલા મગમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.
5. લીલા મગમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે શરીરમાં બ્લડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.
6. રોજ લીલા મગ ખાવાથી શરીરમાં લાલ રક્તકણો બને છે અને શરીર અંદરથી મજબૂત રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે