Health Tips: આપણે ત્યાં દૈનિક આહારમાં કાળા ચણાનું સેવન પણ થાય છે. ચણાને રાત્રે પાણીમાં પલાળી બીજા દિવસે તેને બાફીને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ ભાત અને રોટલી બંને સાથે કરી શકાય છે. કાળા ચણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવું શરીર માટે પણ ફાયદાકારક છે. દિવસમાં એક વખત પણ જો તમે એક વાટકી બાફેલા ચણા ખાવ છો તો તેનાથી શરીરને જબરદસ્ત લાભ થાય છે
આ પણ વાંચો:
આ 5 વસ્તુ ડાયાબિટીસના દર્દી માટે છે વરદાન, નિયમિત લેવાથી Blood Sugar રહેશે કંટ્રોલમા
Health Tips: આ લોકોએ ભુલથી પણ ન ખાવા કેળા, ખાવાથી ફાયદો થવાને બદલે થાય છે નુકસાન
Headache: માથાના દુખાવાથી છો પરેશાન ? આ 3 ટીપ્સ તુરંત દેશે આરામ
સ્વાસ્થ્ય નિષ્ણાંતો કાળા ચણાને પોષક તત્વોનું પાવર હાઉસ કહે છે. તેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ વધારે હોય છે. દાળ કરતાં પણ બાફેલા ચણામાં પ્રોટીન વધારે હોય છે. કાળા ચણા ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં જરૂરી ઘણા બધા પોષક તત્વો હોય છે. આજ કારણ છે કે રોજ એક વાટકી બાફેલા ચણા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
બાફેલા ચણા ખાવાથી થતા ફાયદા
બાફેલા ચણામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા જેમકે કબજિયાત, ગેસ છે રાહત મળે છે.
ખૂબ ઓછા લોકો એવા જાણે છે કે કાળા ચણા બાફીને ખાવાથી શરીરને એનર્જી પણ મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો સવારે નાસ્તામાં બાફેલા કાળા ચણા ખાવાની સલાહ આપે છે જેથી દિવસભર કામ કરવાની એનર્જી શરીરને મળે.
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો દિવસમાં એક વખત એક વખત કી બાફેલા ચણા ખાવા જોઈએ. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને કંઈ પણ ખાવાની જરૂર પડતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે