Home> Health
Advertisement
Prev
Next

Green Onion: શિયાળામાં લીલી ડુંગળી ખાવાથી હાડકા થશે લોખંડ જેવા મજબૂત, જાણો તેનાથી થતા અન્ય ફાયદા વિશે

Spring Onion: આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ અને લીલી ડુંગળી જોવા મળે છે. શિયાળામાં મોટાભાગના લોકો લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જોકે લીલી ડુંગળીનો ઉપયોગ કરતા લોકો પણ તેનાથી થતા ફાયદા વિશે અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે જો તમે શિયાળામાં લીલી ડુંગળી ખાવાનું રાખો છો તો તેનાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થાય છે

Green Onion: શિયાળામાં લીલી ડુંગળી ખાવાથી હાડકા થશે લોખંડ જેવા મજબૂત, જાણો તેનાથી થતા અન્ય ફાયદા વિશે

Spring Onion: શિયાળો શરૂ થઈ ગયો છે અને તેની અસર શાકભાજી પર પણ જોવા મળે છે. એટલે કે ઠંડીની શરૂઆત સાથે જ શાકભાજીમાં પણ તાજા અને લીલા શાકભાજી મળવા લાગે છે. શિયાળો એવી ઋતુ છે જ્યારે દરેક પ્રકારના શાકભાજી મળતા હોય. ખાસ કરીને આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ અને લીલી ડુંગળી જોવા મળે છે. શિયાળામાં મોટાભાગના લોકો લીલી ડુંગળીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જોકે લીલી ડુંગળીનો ઉપયોગ કરતા લોકો પણ તેનાથી થતા ફાયદા વિશે અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે જો તમે શિયાળામાં લીલી ડુંગળી ખાવાનું રાખો છો તો તેનાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થાય છે અને તેનાથી શરીરને કેટલા ફાયદા થાય છે.

fallbacks

આ પણ વાંચો: રાત્રે જમ્યા પછી બસ 5 મિનિટ ચાલી લેવું, 30 દિવસમાં શરીરની મોટાભાગની થઈ ગઈ હશે દુર

હાડકા થાય છે મજબૂત

શિયાળામાં જો તમે લીલી ડુંગળીનું સેવન કરો છો તેને તેનાથી તમને આમ તો ઘણા ફાયદા થાય છે પરંતુ સૌથી વધુ ફાયદો થાય છે હાડકાને. લીલી ડુંગળી હાડકાને મજબૂત બનાવે છે. કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. 

પેટ સંબંધિત સમસ્યા

જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો લીલી ડુંગળી ખાવાની શરૂઆત કરી જ દેજો. કારણ કે લીલી ડુંગળીમાં રહેલા પોષક તત્વો પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ ઋતુ દરમિયાન લીલી ડુંગળી ખાવાથી પાચનતંત્રનું સ્વાસ્થ્ય સુધરે છે.

આ પણ વાંચો: દિવસમાં એકવાર પી લેવી આ ચા, વજન ઘટશે, આંખના નંબર ઉતરશે અને થશે અન્ય ઘણા ફાયદા

ડાયાબિટીસ

લીલી ડુંગળીમાં એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે જે ડાયાબિટીસના જોખમને ઘટાડે છે. જો તમે લીલી ડુંગળીનું સેવન કરો છો તો તે તમારા માટે વરદાન સાબિત થશે કારણ કે તેનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી ઘટી જાય છે.

શરદી ઉધરસ

ઘણા લોકો એવા હોય છે જેમને શિયાળામાં વારંવાર શરદી ઉધરસ થાય છે જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો અને તમને શરદી થી આરામ મળતો ન હોય તો લીલી ડુંગળી ખાવાની શરૂઆત કરો. લીલી ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ હોય છે જે શરદી ની સમસ્યાથી રાહત આપે છે.

આ પણ વાંચો: નસેનસમાં જામેલી ચરબીને ઓગાળી દેશે મેથી, આ રીતે ખાવાથી બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં

આંખની સમસ્યા

આ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પણ લીલી ડુંગળી ફાયદાકારક છે. તેમાં રહેલું કેરોટીનોઇડ્સ અને વિટામિન એ આંખ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More