Home> Health
Advertisement
Prev
Next

ખાલી પેટ કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને થાય છે નુકસાન, નાસ્તામાં ખાવાની આદત હોય તો જાણી લો ફટાફટ

Raw Sprouts Side Effects: ચણા , મગ સહિતના કઠોળને ફણગાવીને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આ વાતને ધ્યાનમાં રાખી અનેક લોકો ફણગાવેલા કઠોળ રોજ ખાતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે ફણગાવેલા કઠોળ સવારે નાસ્તામાં એટલે કે ખાલી પેટ ખાવાની આદત ધરાવે છે. જો તમને પણ આવી આદત હોય તો આજથી જ આ આદત બદલી દો. 

ખાલી પેટ કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને થાય છે નુકસાન, નાસ્તામાં ખાવાની આદત હોય તો જાણી લો ફટાફટ

Raw Sprouts Side Effects: ચણા , મગ સહિતના કઠોળને ફણગાવીને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આ વાતને ધ્યાનમાં રાખી અનેક લોકો ફણગાવેલા કઠોળ રોજ ખાતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે ફણગાવેલા કઠોળ સવારે નાસ્તામાં એટલે કે ખાલી પેટ ખાવાની આદત ધરાવે છે. જો તમને પણ આવી આદત હોય તો આજથી જ આ આદત બદલી દો. કારણ કે ફણગાવેલા કઠોળ સવારે ખાલી પેટ ખાવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. 

fallbacks

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર  ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટને સાફ રાખવામાં અને પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. પરંતુ સવારે ખાલી પેટ કઠોળ અને તે પણ કાચા ખાવાથી ફાયદાને બદલે નુકસાન કરે છે. એક રિપોર્ટ અનુસાર કાચા ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો:

ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરે છે આ પાણી, બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં

Migraine: માઈગ્રેનના દુખાવાને હળવાશથી લેવાની ન કરવી ભૂલ, જીવલેણ સમસ્યાનું બની શકે છે

Health Tips: વારંવાર તરસ લાગવી સામાન્ય નથી... આ બીમારીનું હોય શકે છે લક્ષણ

પરંતુ કઠોળ અંકુરિત થાય તે દરમિયાન તેમાં ખતરનાક બેક્ટેરિયા પણ વધવા લાગે છે. આ બેક્ટેરિયા કોઈપણને નુકસાન કરી શકે છે. તેવામાં જો કઠોળને કાચા ખાવામાં આવે તો તેનાથી પેટની સમસ્યા વધી જાય છે. સવારે કાચા ફણગાવેલા કઠોળ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે. જો તમે સ્પ્રાઉટ્સને કુક કરો છો તો બધા જ બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. 

આ સિવાય સ્વાસ્થ્ય નિષ્ણાંતો એ પણ સલાહ આપે છે કે બપોરના ભોજનમાં તમે સ્પ્રાઉટ્સનો સમાવેશ કરો છો તો તેને ખાતા પહેલા ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વખત તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ. આ પ્રક્રિયાથી બેક્ટેરિયાને દૂર થાય છે. જો કે આદર્શ સ્થિતિ તો એ છે કે તમે કાચા કઠોળને બદલે તેને કુક કરીને ઉપયોગમાં લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More