Home> Health
Advertisement
Prev
Next

Rice and Roti: ભાત અને રોટલી બંને એકસાથે ખાવાની આદત છે ? તો શરીરને થઈ શકે છે આ સમસ્યાઓ

Rice and Roti: રોટલી અને ભાત ભારતીય ભોજનના અભિન્ન અંગ છે. દરેક ઘરમાં બપોરના સમયે ભાત અને રોટલી બંને વસ્તુને લોકો હોંશેહોંશે ખાય છે. પરંતુ આ આદત શરીરની તંદુરસ્તી પર ભારે પડી શકે છે. જો તમે પણ આ ભુલ કરો છો તો ચાલો તમને તેનાથી થતા નુકસાન વિશે જણાવીએ.

Rice and Roti: ભાત અને રોટલી બંને એકસાથે ખાવાની આદત છે ? તો શરીરને થઈ શકે છે આ સમસ્યાઓ

Rice and Roti: ભાત અને રોટલી એવા ભોજન છે જેને ભારતભરમાં લોકો ખાવાનું પસંદ કરે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બંને વસ્તુને એક સાથે ખાવામાં આવે છે. આપણે ત્યાં તો બપોરના ભોજનમાં રોટલી અને ભાત બંને નિયમિત બને છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આ બંને વસ્તુ અલગ અલગ રીતે પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે અને તે શરીરને ફાયદો પણ કરે છે. પરંતુ જ્યારે આ બંને વસ્તુને એક સાથે ખાવામાં આવે તો તે શરીરને નુકસાન કરી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Instant Energy: આખો દિવસ આળસ અને થાક અનુભવો છો ? આ વસ્તુઓ ખાવાથી શરીરમાં આવશે એનર્જી

અનેક હેલ્થ એક્સપર્ટ એ વાત જણાવે છે કે ભાત અને રોટલી એક સાથે ખાવા નહીં. બંને વસ્તુ એકસાથે ખાવામાં આવે તો કેટલીક બીમારીઓનું જોખમ વધી જાય છે. આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ પણ એવી થઈ ગઈ છે કે જેમાં ભાત અને રોટલી નિયમિત ખાવામાં આવે તો ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ વધે છે. 

આ પણ વાંચો: Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો

રોટલી અને ભાત બંનેમાં અલગ અલગ પોષક તત્વો હોય છે. જો આ બંને વસ્તુને એક સાથે ખાવામાં આવે તો તે પાચનતંત્રને સૌથી પહેલા અસર કરે છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી શુગર લેવલ પણ વધી શકે છે. આ બંને વસ્તુને અલગ અલગ ખાવામાં આવે તો તે ફાયદા કરે છે જે નીચે દર્શાવ્યા અનુસાર છે. 

આ પણ વાંચો: Healthy Drink: યુરિક એસિડ લેવલને ઘટાડી શકે છે આ 5 દેશી ડ્રિંક્સ, દવાની જરૂર નહીં પડે

રોટલી ખાવાથી થતા ફાયદા 

રોટલી ખાવાના ઘણા બધા ફાયદા છે. જેમકે રોટલી ફાઇબરથી ભરપૂર હોય છે તેને ખાવાથી કલાકો સુધી ભૂખ નથી લાગતી એટલે કે એટલામાં સમય સુધી ભરેલું રહે છે. રોટલી થી શરીરને પ્રોટીન ફાઇબર સહિતના પોષક તત્વ મળે છે. રોટલીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી નથી વધતું. 

આ પણ વાંચો: આ 5 સ્કિન પ્રોબ્લેમ હોય શકે છે ડાયાબિટીસનું લક્ષણ, એક પણ દેખાય તો તુરંત કરાવજો ચેકઅપ

ભાત ખાવાના ફાયદા 

ભાત કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેને ખાવાથી તુરંત જ એનર્જી મળે છે. ભાતમાં સ્ટાર્ચ પણ વધારે હોય છે. તેથી તે રોટલી કરતા ઝડપથી પછી જાય છે. ભાતમાં વોટર સોલ્યુશન વિટામીન હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. 

આ પણ વાંચો: Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત

શા માટે ભાત અને રોટલી સાથે ન ખાવા ?

રોટલી અને ભાતના પોષકતત્વો અલગ અલગ હોય છે. જો તેને એક સાથે ખાવામાં આવે તો સૌથી પહેલા અપચાની તકલીફ થઈ શકે છે. જો નિયમિત રીતે ભાત અને રોટલીને સાથે ખાવામાં આવે તો પેટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઊભું થાય છે. તેથી જ નિષ્ણાંતો જણાવે છે કે રોટલી અને ભાતને અલગ અલગ ખાવા સૌથી વધારે યોગ્ય છે તેનાથી શરીરને ફાયદા થાય છે. જો તમે રોટલી અને ભાતને એક સાથે ખાવ છો તો તે હેવી ફૂડ બની જાય છે જેના પાચનમાં શરીરને વધારે શ્રમ પડે છે અને ગેસ તેમજ કબજિયાત જેવી સમસ્યા પણ થઈ શકે છે. 

આ પણ વાંચો: નવશેકા પાણીમાં દેશી ઘી ઉમેરીને પીવો થોડા દિવસ, 5 સ્વાસ્થ્ય સમસ્યા દવા વિના મટી શકે

રોટલી અને ભાત એક સાથે ખાવાથી બ્લડ સુગર લેવલ અસંતુલિત થઈ શકે છે. રોટલી અને ભાત સાથે મળે તો તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધી જાય છે. તેથી આ ભોજન કર્યા પછી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે. તેથી જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ભૂલથી પણ રોટલી અને બાદ એક સાથે ખાવા નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More