નવી દિલ્લીઃ ઘણાં લોકોને જમતી વખતે ઉપરથી મીઠું (નમક) નાંખીને ખાવાની આદત હોય છે. જો તમને પણ આ આદત હોય તો ચેતી જજો. અને સૌથી પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલાં આ તારણને વાંચી લેજો. નમક વગર ખોરાક ફિક્કો લાગે છે આથી નમક વિનાના ભોજનની કલ્પના કરી શકાતી નથી. જો કે વધારે પડતો નમકિન ખોરાક લેવો આરોગ્ય માટે ખૂબજ નુકસાનકારક છે.
વધુ પડતુ મીઠું ખાવાથી દર વર્ષે થાય છે લાખો લોકોના મોતઃ
WHO એટલેકે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ દર વર્ષે ૩૦ લાખથી વધુ લોકોના મુત્યુ મીઠાનું અતિ સેવન કરવાથી થાય છે. આથી મીઠાનો વપરાશ ઓછો કરવા માટે વિશ્વ નાગરિકોને ભલામણ કરવામાં આવી છે.
રોજ કેટલાં ગ્રામથી વધારે નમકનું સેવન ન કરવું:
ખાધ પર્યાવરણમાં સુધારણા અને જીવન બચાવવા માટે 60 થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલના નવા માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નવા બેંચમાર્કથી વર્ષ 2025 સુધી મીઠાના વપરાશમાં 30 ટકા જેટલો ઘટાડો થશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર લોકો સરેરાશ રોજ 9 થી 12 ગ્રામ મીઠાનું સેવન કરે છે. જયારે દરેક વ્યકિતએ રોજ 5 ગ્રામથી વધારે નમકનો ઉપયોગ ન કરવો જોઇએ.
સંતુલિત માત્રામાં નમકથી થાય છે લાભઃ
સોડિયમ એટલે કે મીઠુ આપણા દૈનિક આહારનો એક હિસ્સો છે. કારણ કે શરીરને હાઇડ્ટેડ રાખવામાં તે મદદ કરે છે. એટલું જ નહીં તે શરીરને સારી રીતે એકટિવ પણ રાખે છે. નમકના સેવનથી થાયરોઇડનું સ્તર સારુ થાય છે. નમક લો બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસના લક્ષણોમાં સુધારો કરે છે.
નમકનું સેવન કયારેક બની છે જોખમીઃ
વધુ પડતું નમક એટલેકે, મીઠું ખાવાના કારણે હાઇબીપી, સ્ટોક અને કિડનીની સમસ્યા પેદા થઈ શકે છે. નવા દિશા નિર્દેશો મુજબ 60 થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલ જાળવી રાખવા લોકોને નમકનું ઓછું સેવન કરવા પ્રેરણા આપશે.
મીઠાના સેવન અંગે શું છે WHO ના નવા માપદંડઃ
આ ગાઇડન્સ મુજબ 100 ગ્રામ પોટેટો વેફરમાં 100 મિલીગ્રામ સોડિયમ હોવું જોઇએ જયારે પાઇ અને પેસ્ટ્રીમાં 120 ગ્રામ સુધી પ્રોસેસ્ડ મીટમાં 340 મિલીગ્રામ સોડિયમથી વધારે પ્રમાણ હોવું જોઇએ નહી.વિશ્વમાં રોજનું પાંચ ગ્રામ કરતા બમણા મીઠાનો ઉપયોગ થતો હોવાથી હ્વદય સંબંધી બીમારીઓનો ખતરો વધી રહયો છે. વિશ્વમાં એક અબજથી પણ વધુ લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે તેના માટે પણ મીઠાનું વધારે પડતું સેવન જવાબદાર છે.
WHO નો મૂળ હેતુ પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સનો જયાં વપરાશ વધારે થાય છે ત્યાં સોડિયમ એટલે કે મીઠાનું સેવન ઓછું કરવાનો છે. સોડિયમ બેંચમાર્ક જુદા જુદા પ્રોસેસ્ડ ફૂડ પેક, નમકીન સ્નેકસ, મીટ પ્રોડકટ અને પનીરમાં સોડિયમના પ્રમાણ અંગે 5 મે ના રોજ નવા માપદંડ બહાર પાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે