Home> Health
Advertisement
Prev
Next

EGGS GOOD FOR HEALTH: ઈંડા ખાતા પહેલાં આટલું જરૂર જાણી લેજો નહીં તો પસ્તાશો

ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કે ખરાબ? આ અંગે અત્યાર સુધીમાં નિશ્ચિત રીતે કોઈ જવાબ સામે આવી શક્યો નથી અને આ જ કારણે ઈંડાને લઈ થોડા-થોડા દિવસોમાં કોઈને કોઈ રિસર્ચ સામે આવી આવી રહી છે. શું ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે? શું ઈંડા ખાવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે? આ સવાલો વચ્ચેની ડિબેટ યથાવત છે. ત્યારે રોજ ઈંડા ખાવાથી નવી રિસર્ચ શું કહે છે, આવો જાણીએ.

EGGS GOOD FOR HEALTH: ઈંડા ખાતા પહેલાં આટલું જરૂર જાણી લેજો નહીં તો પસ્તાશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સમગ્ર ઈંડુ ખાવાથી મોતનો ખતરોઃ PLOS MEDICINE નામના જર્નલમાં પ્રકાશિત એક નવી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ આખા ઈંડાનું સેવન કરે છે, જેમાં કોલેસ્ટ્રોલથી ભરપુર એક યોક (EGG YOLK) સામેલ હોય છે, તો એ વ્યક્તિમાં અનેક કારણોથી મોતનો ખતરો વધી જાય છે. આ કારણોમાં હૃદય રોગ અને કેંસર જેવી ગંભીર બીમારી સામેલ છે.

fallbacks

fallbacks

Ankita Lokhande એ ઠંડીના સમયમાં pool માં હોટ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર ગરમી વધારી

રોજ ઈંડુ ખાવાથી મોતનો ખતરો 7 ટકા વધી જાય છે
આ પહેલા ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશન અને બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2 સ્ટડીઝ પ્રકાશિત થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રોજ એક ઈંડુ ખાવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય સંબંધિત બીમારીનો ખતરો નથી વધતો. પરંતુ નવી સ્ટડીમાં 5 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં રોજ એક ઈંડુ ખાવાથી મોતનો ખતરો 7 ટકા સુધી વધી જાય છે. સ્ટડીના પરિણામ દર્શાવે છે કે જે પ્રતિભાગીયોએ માત્ર એગ વ્હાઈટ એટલે કે ઈંડાનું સબ્સ્ટિટ્યુટનું સેવન કર્યું, તેમનામાં કેંસર, સ્ટ્રોક અને હૃદય રોગ જેવી બીમારીઓથી મોતનો ખતરો ઓછો હતો.

વિશ્વની આ Porn Stars છે રૂપરૂપનો અંબાર, અભિનેત્રીઓના રૂપને ભૂલી જશો, તમને કઇ ગમે છે?

આખા ઈંડાના સ્થાને એગ વ્હાઈટ ખાવા આગ્રહ
સ્ટડીમાં સામેલ અનુસંધાનકર્તાઓની વાત માનીયે તો ઈંડાના સેવનને કારણે મોતથી વધુ ખતરો હોવાનો સંબંધ કોલેસ્ટ્રોલના સેવનને કારણે હતો. તેવામાં તેમણે ઉપચાર આપ્યો કે કોલેસ્ટ્રોલના સેવનને સીમિત કરવામાં આવે અને આખા ઈંડાની જગ્યાએ માત્ર સફેદ ભાગનું સેવન કરવામાં આવે. અથવા પ્રોટીનના સોર્સની રીતે ઈંડાના સ્થાને અન્ય વિકલ્પ નક્કી કરી તેનું સેવન કરવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More