Home> Health
Advertisement
Prev
Next

Diabetes ના દર્દી પણ આ Sweet વસ્તુ ખાઈ શકે છે બે હાથે, આ વસ્તુઓથી નથી વધતું Blood Sugar

Sweet Alternatives: જીભ એવી છે કે તેને સ્વાદ વિના ચાલતું નથી. ડાયાબિટીસ હોય તો પણ ઘણી વખત મીઠાઈ ખાવાની ક્રેવીંગ ખૂબ જ થાય છે. ત્યારે આજે તમને એવી મીઠી વસ્તુ વિશે જણાવીએ જે ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે. આ મીઠી વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થતું નથી અને તે સ્વીટ ખાવાની ક્રેવીંગને પણ સંતોષે છે. 

Diabetes ના દર્દી પણ આ Sweet વસ્તુ ખાઈ શકે છે બે હાથે, આ વસ્તુઓથી નથી વધતું Blood Sugar

Sweet Alternatives: જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થઈ જાય છે તો મીઠાઈ તેના માટે ઝેર સમાન બની જાય છે. ડાયાબિટીસ હોય ત્યારે મીઠાઈ જ નહીં પરંતુ જે વસ્તુમાં મીઠાશ હોય તે બધાથી દૂર રહેવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડાયાબિટીસ હોય તેવા લોકોએ પ્રોટીન અને ફાઇબર રીચ ડાયેટ ફોલો કરવી જોઈએ. ડાયાબિટીસનો દર્દીઓ જો ખાંડવાળી વસ્તુઓ ખાય છે તો સુગર લેવલ વધી જાય છે. તેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ જીભ એવી વસ્તુ છે કે તેને સ્વાદ વિના ચાલતું નથી. ડાયાબિટીસ હોય તો પણ ઘણી વખત મીઠાઈ ખાવાની ક્રેવીંગ ખૂબ જ થાય છે. તેવામાં ઘણી વખત લોકો મીઠાઈ ખાઈ પણ લેતા હોય છે. ત્યારે આજે તમને એવી મીઠી વસ્તુ વિશે જણાવીએ જે ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે. આ મીઠી વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થતું નથી અને તે સ્વીટ ખાવાની ક્રેવીંગને પણ સંતોષે છે. 

fallbacks

આ પણ વાંચો:

રોજ સવારે પીવો હિંગનું પાણી, વજન ઘટવા સહિત થશે આ લાભ, પેટની બીમારી દવા વિના થશે દુર

ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન છે આ ફળના જ્યુસ, પીવાથી વધી જાય છે બ્લડ સુગર

માસિક સમયે થતા દુખાવાને આ Drink 5 જ મિનિટમાં કરે છે દૂર, તુરંત જ મળશે રાહત

દ્રાક્ષ

મીઠી મીઠી દ્રાક્ષને જોઈને ભલભલાના મોઢામાં પાણી આવી જાય. દ્રાક્ષ સ્વાદમાં મીઠી હોય છે પરંતુ તે ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે. ડાયાબિટીસના દર્દી માટે દ્રાક્ષ હેલ્દી ડાયેટ ગણી શકાય. દ્રાક્ષ ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેથી તે કોઈ નુકસાન કરતી નથી.

ગ્રીક યોગટ

ડાયાબિટીસના દર્દીને કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય તો ગ્રીક યોગર્ટ તેઓ નાસ્તામાં ખાઈ શકે છે. તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે ભૂખની કંટ્રોલ કરે છે અને સાથે જ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

સફરજન

સફરજન ખાવાથી થતા લાભ વિશે તો તમે પણ જાણ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે ડાયાબિટીસના દર્દી માટે સફરજન ખૂબ જ ફાયદાકારક છે ? સફરજનમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે તેથી તે ગ્લુકોઝ લેવલને નેગેટિવલી ઇફેક્ટ કરતું નથી.

ડાર્ક ચોકલેટ

ડાયાબિટીસના દર્દી નોર્મલ ચોકલેટ ખાઈ શકતા નથી કારણ કે તેમાં સુગર કન્ટેન્ટ વધારે હોય છે. પરંતુ ડાર્ક ચોકલેટનું સેવન કરવું ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડાર્ક ચોકલેટ થી બ્લડ સુગર લેવલ વધતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More