Home> Health
Advertisement
Prev
Next

ગરમીમાં લીંબુ પાણી પીવાના પણ છે ગેરફાયદા, તમે પીતા હો તો આ 7 નુક્સાન પણ જાણી લેજો

Lemon Water : ઉનાળામાં શરીરનું તાપમાન જળવાઈ રહે અને તમને અશક્તિ ન આવે એટલા માટે લોકો લીંબુ પાણી પીતા હોય છે. લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન તમને ગંભીર રીતે બીમાર પણ કરી શકે છે.

ગરમીમાં લીંબુ પાણી પીવાના પણ છે ગેરફાયદા, તમે પીતા હો તો આ 7 નુક્સાન પણ જાણી લેજો

Lemon Water Side Effects: ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ પાણીનું જોરદાર સેવન કરે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. તેનાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે અને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે,  લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણી પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

fallbacks

Post Office ની સુપરહિટ સ્કીમ...વ્યાજમાંથી થશે લાખો કમાણી, Tax માં પણ મળશે છૂટનો લાભ

તમે પણ ઉનાળામાં ખૂબ જ લીંબુ પાણીનું સેવન કરતા હોવ અથવા વજન ઘટાડવા માટે આંખ બંધ કરીને લીંબુનું શરબત પીતા હોવ તો તમારે તેની આડઅસર પણ જાણવી જોઈએ. તો આવો જાણીએ આનાથી થતા ગેરફાયદા.

લીંબુ પાણી પીવાના ગેરફાયદા
1. લીંબુ પાણીના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન થઈ શકે છે. કારણ કે તે પ્રોટીન બ્રેકિંગ એન્ઝાઇમ પર પેપ્સિનને સક્રિય કરે છે.  વધુ પડતા સેવનથી પેપ્ટીક અલ્સરની સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.

ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખશો તો બની જશે "ઝેર", ભૂલ કરી તો પરિવાર ભોગવશે

2. લીંબુ પાણી પીવાથી પણ પાણીની કમી થઈ શકે છે. વાસ્તવમાં જ્યારે તમે લીંબુનું શરબત પીઓ છો, ત્યારે તે પેશાબ દ્વારા શરીરને ડિટોક્સ કરે છે. આ પ્રક્રિયામાં, ઘણા ઇલેક્ટ્રોલાઇટ્સ અને સોડિયમ જેવા તત્વો પેશાબ દ્વારા બહાર આવે છે અને તમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પણ પોટેશિયમની ઉણપ થઈ શકે છે.

2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારી

3. વિટામીન સીની વધુ માત્રા લોહીમાં આયર્નનું સ્તર વધારે પડતું વધારી શકે છે અને આ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારા આંતરિક અવયવોને નુકસાન પહોંચાડી શકે છે.

મહાગોચરથી થશે નવા અઠવાડિયાની શરૂઆત, 7 દિવસમાં 3 રાશિવાળાને માલામાલ કરશે 'મંગળ'

4. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, આ સિવાય તેમાં ઓક્સાલેટ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. તેના વધુ પડતા સેવનને કારણે તે શરીરમાં ક્રિસ્ટલના રૂપમાં જમા થાય છે, જેનાથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.

5. વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી હાડકાં નબળા પડી શકે છે. લીંબુમાં અમ્લીયતા હોય છે, જેના કારણે તે હાડકાં પર વિપરીત અસર કરે છે.

Watch: લાઇવ મેચમાં વિરાટે ઉડાવી દીધું ડસ્ટબિન, BCCI આપી શકે છે મોટી સજા; Video

6. લીંબુ પાણીના વધુ પડતાં સેવનથી એસિડિટી થઈ શકે છે. લીંબુમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં એસિડની માત્રા વધી શકે છે.

7. જો તમને ટોન્સિલની સમસ્યા છે તો લીંબુ પાણીનું સેવન ન કરો. કારણ કે આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ અનુસાર જો લીંબુ પાણીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે ગળામાં ખરાશનું કારણ બની શકે છે.

કરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More