Home> Health
Advertisement
Prev
Next

Fatty Liver: આંખોમાં થતી આ સમસ્યાઓ હોય શકે છે ફેટી લિવરનું લક્ષણ, સમયસર ધ્યાન આપો તો લિવર ડેમેજ ન થાય

Fatty Liver Symptoms in Eye: લિવર ડેમેજ થઈ જાય તેવી સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો લિવરમાં ખરાબીના કેટલાક લક્ષણોને સમયસર ધ્યાનમાં લેવા. લિવર ખરાબ થતું હોય ત્યારે આંખમાં આ 3 લક્ષણો જોવા મળે છે.
 

Fatty Liver: આંખોમાં થતી આ સમસ્યાઓ હોય શકે છે ફેટી લિવરનું લક્ષણ, સમયસર ધ્યાન આપો તો લિવર ડેમેજ ન થાય

Fatty Liver Symptoms in Eye: લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. જો લીવરમાં ખરાબી થઈ જાય તો તેની અસર શરીર પર ગંભીર રીતે પડે છે. લીવર ડેમેજ થઈ જાય તો શરીર પર તેની અસર દેખાવા લાગે છે. તેમાંથી કેટલાક લક્ષણો આંખમાં પણ દેખાય છે. આંખમાં દેખાતા કેટલાક સંકેત લીવર ડેમેજ થતું હોવાના લક્ષણો હોય છે. પરંતુ મોટાભાગના લોકો આવા સંકેતને અવગણે છે. જો આ લક્ષણોને ધ્યાનમાં રાખી શરૂઆતથી જ યોગ્ય પગલાં લેવામાં આવે તો લીવરને ડેમેજ થતા પણ બચાવી શકાય છે. 

fallbacks

આ પણ વાંચો: Fennel Seeds: ઉનાળામાં 4 રીતે વરિયાળીનો ઉપયોગ કરો, કાળઝાળ ગરમીમાં પણ બીમાર નહીં પડો

આંખોની આસપાસ સોજો 

ફેટી લીવર હોય તો આંખની આસપાસ સોજો જોવા મળે છે. જો તમને કાયમ માટે આંખની આસપાસ સોજો દેખાતો હોય તો આ સ્થિતિને અવગણો નહીં. આ લક્ષણ ફેટી લીવરનું લક્ષણ હોઈ શકે છે. 

આ પણ વાંચો: ઉનાળામાં ભીંડા-બટેટા છોડો, ઠંડી તાસીરના આ 5 શાક ખાવાનું રાખો, શરીર ઠંડક કરશે આ શાક

આંખનો રંગ પીળો 

ફેટી લીવર હોય કે લીવર ડેમેજ થતું હોય તો આંખનો સફેદ ભાગ પીળો દેખાવા લાગે છે. આંખનો સફેદ ભાગ પીળો દેખાતો હોય તો સમજી લેવું કે લીવર બરાબર કામ કરતું નથી અથવા તો બીલીરૂબીન વધી ગયું છે. 

આ પણ વાંચો: Healthy Heart: આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, હૃદયના રોગ થવાનું જોખમ અડધું થઈ જશે

સ્પાઇડર એનજીયોમાસ 

સ્પાઇડર એનજીયોમાસ કરોળિયાના જાલા જેવી નાની-નાની નસો હોય છે જે આંખની આસપાસ દેખાવા લાગે છે. આંખની આસપાસ આવી નસો ત્યારે દેખાવા લાગે છે જ્યારે એસ્ટ્રોજન લેવલ વધી જાય. આ લક્ષણને પણ અવગણો નહીં તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More