Home> Health
Advertisement
Prev
Next

Curd-Rice: ફરમેન્ટેડ દહીં ભાત ખાવાથી શરીરને થાય છે આ 5 ગજબના ફાયદા

Curd-Rice: ભારતમાં ઘણા રાજ્યોમાં ફરમેન્ટેડ દહીં ભાત ખાવાની પ્રથા છે. ફરમેન્ટેડ એટલે કે વાસી દહીં ભાત. ઘણા રાજ્યોની આ ફેમસ ફૂડ રેસીપી છે. તેનો સ્વાદ અલગ હોય છે અને આ રેસિપી તેની ખાસિયતના કારણે પ્રખ્યાત છે. સ્વાદની સાથે આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વાસી દહીં ભાત ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.

fallbacks

પ્રોબાયોટિક્સથી ભરપૂર

ફરમેન્ટેડ દહીં ભાત પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે તેમાં એવા બેક્ટેરિયા હોય છે જે આંતરડાની હેલ્થ માટે ફાયદાકારક હોય છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર સુરક્ષિત રહે છે અને ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે.

આ પણ વાંચો:

40 વર્ષની ઉંમરે મહિલાઓ ફોલો કરે આ ડાયટ, મેનોપોઝ સમયે થતી સમસ્યાથી મળશે મુક્તિ

વધારે માત્રામાં વિટામિન સી સાબિત થાય છે ઘાતક, હદ કરતાં વધી જાય તો થાય છે આ સમસ્યાઓ

Remedies For Arthritis: યુવાવસ્થામાં થતા સાંધાના દુખાવાના જાણો કારણો અને બચવાના ઉપાય

સરળતાથી પચી જાય છે

ફરમેન્ટેડ દહીં ભાત કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે આ વાનગીનું પાચન સરળ હોય છે. જે લોકોને પાચન સંબંધિત કે લેક્ટોસ સંબંધિત સમસ્યા હોય તેમના માટે આ વાનગી ખૂબ જ ફાયદાકારક છે. 

પોષક તત્વોથી હોય છે ભરપૂર

દહીં ભાત કેલ્શિયમ, વિટામીન અને પ્રોટીન સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત થાય છે સાથે જ સ્નાયુના વિકાસમાં પણ તે મદદ કરે છે.

પેટને ઠંડક આપે છે

ભારતની ઘણી સંસ્કૃતિમાં ફરમેન્ટેડ દહીં ભાતનું સેવન નિયમિત કરવામાં આવે છે કારણ કે તેને ઠંડુ ભોજન માનવામાં આવે છે. દહીં અને ભાત પેટને ઠંડક આપે છે અને શરીરના ટેમ્પરેચરને પણ કંટ્રોલ કરે છે.

વજન કંટ્રોલમાં રહે છે

ફરમેન્ટેડ દહીં અને ભાતમાં પ્રોબાયોટિક્સ હોય છે. જે પાચનતંત્રને દુરસ્ત રાખે છે અને સાથે જ કૈલોરી ઇન્ટેકને પણ કંટ્રોલ કરે છે. જો તમે દહીં ભાત ખાવ છો તો તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More