Home> Health
Advertisement
Prev
Next

Remedies for migraine: દવા લીધા વિના મટાડવો હોય માઈગ્રેનનો દુખાવો તો ફોલો કરો આ 6 ટીપ્સ

Remedies for migraine: માઈગ્રેન ગંભીર પ્રકારનો માથાનો દુખાવો છે. જે માથાના એક ભાગને પ્રભાવિત કરે છે અને અસહ્ય દુખાવાનું કારણ બને છે. માઈગ્રેનનો દુખાવો ઘણા લોકોને ચારથી પાંચ કલાક રહે છે તો કેટલાક લોકોને ઘણા દિવસો સુધી આ તકલીફ થાય છે. 

Remedies for migraine: દવા લીધા વિના મટાડવો હોય માઈગ્રેનનો દુખાવો તો ફોલો કરો આ 6 ટીપ્સ

Remedies for migraine: આજની દોડધામ અને સ્ટ્રેસથી ભરપૂર જીવનશૈલીમાં માઈગ્રેન એક સામાન્ય સમસ્યા છે. સામાન્ય એટલા માટે કે અનેક લોકો આ તકલીફથી પીડિત હોય છે. આમ તો માઈગ્રેન ખૂબ જ ગંભીર સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. માઈગ્રેનમાં વ્યક્તિને માથાના કેટલાક ભાગમાં અસહ્ય દુખાવો થાય છે. માઈગ્રેનના કારણે રોજના કામ પણ પ્રભાવિત થાય છે. આજે તમને માઈગ્રેનના દુખાવાથી દવા વિના રાહત કેવી રીતે મેળવવી તે જણાવીએ. 

fallbacks

માઇગ્રેનનો દુખાવો

આ પણ વાંચો: Black Raisins Benefits: રોજ કાળી દ્રાક્ષ ખાશો તો પેટની આ સમસ્યાઓ દવા વિના થશે દૂર

માઈગ્રેન ગંભીર પ્રકારનો માથાનો દુખાવો છે. જે માથાના એક ભાગને પ્રભાવિત કરે છે અને અસહ્ય દુખાવાનું કારણ બને છે. માઈગ્રેનનો દુખાવો ઘણા લોકોને ચારથી પાંચ કલાક રહે છે તો કેટલાક લોકોને ઘણા દિવસો સુધી આ તકલીફ થાય છે. માઈગ્રેનના દુખાવામાં તીવ્ર પ્રકાશ, અવાજ અને તીવ્ર ગંધથી પણ તકલીફ થાય છે. 

માઈગ્રેનથી બચવાના ઉપાય

પુરતી ઊંઘ

માઇગ્રેનનો દુખાવો વારંવાર ન થાય તે માટે નિયમિત રીતે ઊંઘ પૂરી કરવી. જો અધૂરી ઊંઘ થતી હોય તો માઈગ્રેન ટ્રિગર થાય છે. તેથી સૂવાનો સમય નક્કી કરી લેવો અને રોજ સાતથી આઠ કલાક ઊંઘ કરવી 

આ પણ વાંચો: Women's Health: દરેક મહિલાએ 35 વર્ષની ઉંમર પછી દર વર્ષે કરાવવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ

કોલ્ડ કમ્પ્રેસ

માઈગ્રેનના દુખાવાથી દવા વિના રાહત મેળવવી હોય તો જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં ઠંડો શેક કરવો. કોઈ આઈસ બેગ વડે તમે આ શેક કરી શકો છો. આઈસ બેગને કપડામાં બાંધીને દુખાવો થતો હોય તે જગ્યાએ 15 થી 20 મિનિટ માટે શેક કરો 

સ્ટ્રેસથી બચો

માઈગ્રેન સૌથી વધુ સ્ટ્રેસના કારણે થાય છે. માઈગ્રેનથી રાહત મેળવવી હોય તો સ્ટ્રેસ મેનેજ કરો. નિયમિત રીતે ડીપ બ્રિધિંગ અને મેડીટેશન કરો જેથી માનસિક શાંતિ મળે. 

આ પણ વાંચો: મેન્ટલ સ્ટ્રેસથી મુક્ત થઈ રહેવા લાગશો ખુશ, ડેલી રુટીનમાં સામેલ કરો આ 5 યોગાસન

પૂરતું પાણી પીવું

માઈગ્રેનનો દુખાવો ડિહાઇડ્રેશનના કારણે પણ ટ્રિગર થાય છે. જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો નિયમિત રીતે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. જો શરીર હાઈડ્રેટ રહે છે તો માઈગ્રેન એટેકની સંભાવના ઘટી જાય છે. 

સ્ક્રીન ટાઈમ ઘટાડો

જો તમારી નોકરી એવી છે જેમાં તમારે કોમ્પ્યુટરની સામે કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇઝની સામે કલાકો સુધી કામ કરવું પડે છે તો પછી મોબાઇલનો સ્ક્રીન ટાઈમ ઘટાડી દો. આ ઉપરાંત કામના કલાકો દરમિયાન પણ થોડી થોડી વારે આંખને આરામ આપો.

આ પણ વાંચો: આ હેલ્ધી ડ્રિંક્સ સાંધાના દુખાવાથી આપશે રાહત, રોજ પીશો તો થોડા દિવસમાં દોડતા થઈ જશો

એક્યુપ્રેશર

એક્યુપ્રેશર પણ માઈગ્રેનથી મુક્તિ મેળવવાનો સારો ઉપાય છે. તેમાં માઇગ્રેનનો દુખાવો ઘટાડવા માટે શરીરના કેટલાક પોઇન્ટ્સ પર પ્રેશર કરવાનું હોય છે. માઈગ્રેન માટે અંગૂઠા અને તર્જની આંગળી વચ્ચેના પોઇન્ટને દબાવવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More