Home> Health
Advertisement
Prev
Next

આ લીલી ચટણી નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો કરે છે સફાયો, જાણી લો બનાવવાની રીત

આજે અમે તમને લસણની ચટણીની એક એવી રેસિપી જણાવીશું, જેનું સેવન કરી તમે સ્વસ્થ રહી શકો છો. તેનાથી તમારૂ કોલેસ્ટ્રોલ ઘટશે અને શરદી-ઉધરસમાં રાહત મળશે.

આ લીલી ચટણી નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો કરે છે સફાયો, જાણી લો બનાવવાની રીત

Health Tips: જો તમારૂ બેડ કોલેસ્ટ્રોલ વધેલું છે તો તેને કંટ્રોલ કરવા માટે પોતાના ડાયટમાં લસણના પાંદડા સામેલ કરો. લસણ આપણા પરંપરાગત ભોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી છે. કેટલાક રિસર્ચથી જાણવા મળે છે કે લસણ ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ 9 ટકા સુધી ઘટી શકે છે. લસણ એચડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને વધારી શકે છે, જેને ગુડ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે. આજે અમે તમને લસણની એક એવી ચટણીની રેસિપી જણાવી રહ્યાં છીએ જેનું સેવન કરી તમે સ્વસ્થ રહી શકે છે. તેનાથી તમારૂ કોલેસ્ટ્રોલ ઘટશે સાથે શરદી-ઉધરસમાં પણ તમને રાહત મળશે.

fallbacks

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં લસણના પાન ફાયદાકારક છે
લસણ એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ) નું ઉત્પાદન ઘટાડીને અને શરીરમાંથી કોલેસ્ટ્રોલના ઉત્સર્જનને વધારીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. લસણમાં એલિસિન હોય છે, જે સલ્ફર-આધારિત સંયોજન છે જે લસણને કાપવામાં, કચડીને અથવા ચાવવામાં આવે ત્યારે બહાર આવે છે. લસણના પાનમાં એલિસિન અને સલ્ફર મળી આવે છે. જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. પ્રાચીન ઇજિપ્તીયન, બેબીલોનિયન, ગ્રીક, રોમન અને ચાઇનીઝ અને ભારતીય પરંપરાગત જ્ઞાનમાં લસણના પાંદડાના ગુણધર્મોની ચર્ચા કરવામાં આવી છે. તેના સલ્ફર સંયોજનો પેટમાં પ્રવેશતાની સાથે જ શરીરના તમામ ભાગોમાં પહોંચી જાય છે અને પોતાનું કામ કરવા લાગે છે.

આ પણ વાંચોઃ Cinnamon: ગુણોની ખાણ છે તજ, પુરુષોની માટે તો વરદાન, ખાવાથી આ 5 તકલીફોમાં ફાયદો થશે

લસણની ચટણી બનાવવાની રેસિપી
સૌથી પહેલા લસણના પાંદડાને સાફ કરો, 4-5 લીલા મરચાં અને આદુના કટકા નાખી લસણના પાંદડા સાથે મિક્ચરમાં પીસી લો. હવે ગેસ પર તપેલીમાં તેલ ગરમ કરો. આ તેલમાં જીરૂ-રાઈ અને લાલ મરચું નાખી પેસ્ટ બનાવો, થોડો સમય પાક્યા બાદ લસણની તીખી ચટણી તૈયાર થઈ જશે. આ ચટણીનું તમે વિવિધ વસ્તુ સાથે સેવન કરી શકો છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More