Home> Health
Advertisement
Prev
Next

Dark Circles: ચહેરાની સુંદરતા ઓછી કરતા કાળા કુંડાળાને ઘરેલું ઉપચારથી કરો દૂર, ભૂલથી પણ ના કરતા આ પ્રયોગો

Dark Circles: તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઇ જાય છે. આજે વાત કરીશું કે ડાર્ક સર્કલ શા માટે થાય છે અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર કયા છે. જુઓ....

Dark Circles: ચહેરાની સુંદરતા ઓછી કરતા કાળા કુંડાળાને ઘરેલું ઉપચારથી કરો દૂર, ભૂલથી પણ ના કરતા આ પ્રયોગો

Get Rid of Dark Circles તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઇ જાય છે. આજકાલ માર્કેટમાં એટલી બધા ક્રીમ અને લોશન ઉપલબ્ધ છે પણ બધા બેકાર. જો તમારે તમારા ડાર્ક સર્કલ હટાવવા હોય તો બજારું ક્રીમ વાપરવાના છોડી દો અને તમારી દિનચર્યામાં સુધારો લાવો. આજે વાત કરીશું કે ડાર્ક સર્કલ શા માટે થાય છે અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર કયા છે. જુઓ....

fallbacks

ડાર્ક સર્કલના કારણો
થાક, તણાવ, વૃદ્ધત્વ, બીમારી, વારસાગત ,ઊંઘની ઊણપ, વિટામિનની ઉણપ

આ તો જાણ્યા ડાર્ક સર્કલના કારણો  પણ હવે આપને જણાવીશ ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાયો ...
આમ તો ડાર્ક સર્કલને દૂર કરવા હોય તો તમે બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરી શકો છો...પણ આંખની નીચે કોઇ પણ પ્રક્રિયા કરવા માટે તેનાથી આંખને કોઇ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે..

શરીરમાં દેખાતા આ લક્ષણ છે ખરાબ Kidney ના સંકેત, આ રીતે ઓળખો

શિયાળામાં ખાસ કરો ગોળનું સેવન, થશે આ જબરદસ્ત ફાયદા

Cholesterol: આ 4 ચીજવસ્તુઓ ખાવાથી શરીરમાં વધી જશે કોલેસ્ટ્રોલ, સાચવજો નહીં તો...

ઘરેલું ઉપચાર -

- રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ.

- દરેક વ્યક્તિ માટે 8 કલાકની ઊંઘ બહુ જરૂરી છે અને ખાસકરીને એ લોકો માટે જેમને ડાર્ક સર્કલ્સ છે.- ક્યારેય કોઇપણ પ્રકારના ક્રીમ આંખો નીચે કે આંખોની આસપાસ વધારે સમય સુધી લગાવેલા ન રાખો.

- કાકડીની સ્લાઇસને આંખો પર 15-20 મિનિટ માટે મૂકી રાખો અને પછી તેને દૂર કરી ગરમ પાણીથી ધોઇ લો.

- બટાકા અને કાકડીના રસને સરખી માત્રામાં મિક્સ કરો અને તેમાં રૂના ટૂકડાને બોળી આંખો પર 20 મિનિટ સુધી રાખો ત્યાર બાદ આંખોને ઠંડા પાણીથી ધોઇ લો.

- ટામેટાંનો રસ ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, ટામટાંના રસને ત્વચા પર ઘસવાથી ગ્લો કરે છે, ટામેટાંના રસને તમે ડાર્ક સર્કલના ભાગ પર લગાવીને હળવા હાથે મસાજ કરી શકો છો. આ ફક્ત અઠવાડિયામાં બે વખત કરો. તમારી ત્વચા પર કુદરતી રંગ પાછો આવતો જણાશે.

- આંખોની આસપાસના કાળા ભાગ પર લીંબુ અને ટામેટાનો જ્યુસ દિવસમાં બેવાર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.- ફુદીનાનો રસ પણ તેમાં કારગર સાબિત થઇ શકે છે.

- સતત બે અઠવાડિયા તમારી આંખો નીચે બદામના તેલની માલિશ કરો...આનાથી અચૂક લાભ મળશે.

- મધ અને ઈંડાના સફેદ ભાગને લઇને તમારી આંખોના ડાર્ક સર્કલ પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.

- ડાર્ક સર્કલના ભાગે તમે ઠંડા બરફની માલિશ કરો તેનાથી આંખને ઠંડક મળશે આ ઉપરાંત કાળાશ દૂર કરવા માટે તમે  દૂધ અને બરફ બનાવીને તેને કાળાશ પર ઘસો તેનાથી કાળાશ દૂર થશે...

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More