Health News: અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનને કારણે ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે. કોલેસ્ટ્રોલ શરીરમાં મીણની જેમ ચોંટી ગયેલો પદાર્થ હોય છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ HDL અને બેડ કોલેસ્ટ્રોલ LDL તરીકે ઓળખાય છે. બેડ કોલેસ્ટ્રોલ શરીર માટે ખતરનાક હોય છે. બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થવા લાગે છે, જેના કારણે ધમનિઓ બ્લોક થઈ જાય છે, તેવામાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ડાયટમાં તમે આ ડ્રિંકને સામેલ કરી શકો છો.
આદુ
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે આદુનું સેવન કરી શકો છો. આદુમાં જિંજરોલ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આદુનું સેવન કરવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. દરરોજ આદુનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થઈ જાય છે.
કઈ રીતે કરશો આદુનું સેવન
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમે આદુના પાણીનું સેવન કરી શકો છો. આદુનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરો. હવે તેમાં આદુ નાખી તેને ઉકાળો. ત્યારબાદ આ પાણીનું સેવન કરો. તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.
આ પણ વાંચોઃ બંધ અને જામ થયેલી નસો ખોલવા માટે સ્વામી રામદેવના આ ઉપાયો અપનાવો, દુખાવામાં રાહત થશે
ડોક્ટરની સલાહ
હાઈ કોલેસ્ટ્રોલના દર્દી કોઈ વસ્તુને ડાયટમાં સામેલ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે