Healthy Juice For Bad Cholesterol: શરીર યોગ્ય રીતે કામ કરતું રહે તે માટે કોલેસ્ટ્રોલ પણ જરૂરી છે પરંતુ જરૂર કરતાં વધારે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી જાય તો અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યા થવા લાગે છે. વધતા બેડ કોલેસ્ટ્રોલને ફૂડ હેબિટ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેઓ ખાસ પ્રકારનું ગ્રીન જ્યુસ પીને પણ હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર કેટલાક લીલા શાકભાજીનો ઉપયોગ કરીને બનેલા આ જ્યુસથી હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ જ્યૂસ કોઈપણ વ્યક્તિ ઘરે બનાવી શકે છે.
આ પણ વાંચો: Cancer: અન્નનળીમાં કેન્સર વધતું હોય ત્યારે દેખાય આ લક્ષણો, એસિડીટી સમજી ઈગ્નોર ન કરો
હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે ગ્રીન જ્યુસ
આ ગ્રીન જ્યુસ બનાવવા માટે દૂધી, કાકડી, લીલા ધાણા, ફુદીનાના પાન અને લીંબુના રસની જરૂર પડશે. દુધી અને કાકડીની છાલ ઉતારી તેના ટુકડા કરી મિક્સર જારમાં ધાણા અને ફુદીના સાથે બ્લેન્ડ કરી લો. ત્યાર પછી તેમાં એક ગ્લાસ પાણી અને જરૂર અનુસાર લીંબુનો રસ ઉમેરી દો. આ જ્યૂસ ફ્રેશ હોય ત્યારે જ પી લેવું. ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર આ જ્યુસ નિયમિત પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસર દેખાય છે
આ પણ વાંચો: સાવ સરળ છે દીર્ઘ પ્રાણાયામ કરવું, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે વરદાન છે આ આસન
બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરતા અન્ય ડ્રિંન્ક
- આદુ અને લીંબુના રસથી બનાવેલી હર્બલ ચા પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક હોય છે. આ ચા બનાવવા માટે પાણી ઉકાળી તેમાં આદુ ખમણીને ઉમેરી દો. પાંચ મિનિટ પછી આ પાણીને ગાળી લો અને તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી દો ત્યાર પછી આ હર્બલ ટી પી જવી.
આ પણ વાંચો: માથું દુખતું હોય ત્યારે સુંઘો આ 5 માંથી કોઈ 1 છોડના પાન, સુગંધથી દુખાવામાં થશે રાહત
- લસણનું પાણી અને મધ પણ બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં લસણને વાટીને ઉમેરી દો અને પછી તેમાં એક ચમચી મધ મિક્સ કરી દો. પાણીને પાંચ મિનિટ રાખો અને ત્યાર પછી ગાળીને હુંફાળું ગરમ હોય ત્યારે પી લેવું.
- કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે હળદર વાળું દૂધ પણ પી શકાય છે હળદર વાળું દૂધ સવારે અને સાંજે પીવાથી બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી બહાર નીકળી જાય છે.
આ પણ વાંચો: મિનિટોમાં એસિડિટી દુર કરે એવા ઘરેલુ ઉપાયો, આ વસ્તુથી ગેસ પણ મટશે ફટાફટ
- બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આમળાનું જ્યુસ પણ પી શકાય છે. સવારે ખાલી પેટ આમળાનું જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સાથે જ શરીરની અન્ય સમસ્યામાં પણ ફાયદો થાય છે
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે