Home> Health
Advertisement
Prev
Next

ઉપરથી મીઠું ખાવાની આદત તમને કરી શકે છે બીમાર, આદત હોય તો તુરંત બદલો

Health Tips: કેટલાક લોકો છાશમાં મીઠું ઉમેરીને પીતા હોય છે. આ રીતે જો નિયમિત તમે પણ ઉપરથી મીઠું ખાતા હોય તો ચેતી જવું જરૂરી છે. ભોજનમાં ઉપરથી વધારે મીઠું ઉમેરીને ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી શકે છે.

ઉપરથી મીઠું ખાવાની આદત તમને કરી શકે છે બીમાર, આદત હોય તો તુરંત બદલો

Health Tips: તમે ઘણા લોકો એવા જોયા હશે જેને ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવાની આદત હોય. કેટલાક લોકો છાશમાં મીઠું ઉમેરીને પીતા હોય છે. આ રીતે જો નિયમિત તમે પણ ઉપરથી મીઠું ખાતા હોય તો ચેતી જવું જરૂરી છે. ભોજનમાં ઉપરથી વધારે મીઠું ઉમેરીને ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી શકે છે. વધારે મીઠું ખાવાથી બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ ઉપરાંત રોગપ્રતિકારક પર પણ ખરાબ અસર થાય છે. ઉપરથી મીઠું ખાવાથી શરીરના જરૂરી અંગોનું સંતુલન અટકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થાય છે અને અંગો પર અસર પણ થાય છે. 

fallbacks

આ પણ વાંચો:

Shilajit: મહિલાઓ માટે પણ ફાયદાકારક છે શિલાજીત, આ રીતે લેવાથી થાય છે ગજબના ફાયદા

Diabetes માં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે આ 3 વસ્તુ, તુરંત કરે છે અસર

Health Tips: દિવસમાં એકવાર બાફેલ ચણા ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ

ઉપરથી મીઠું ખાવાની આડ અસરો

- ઉપરથી કાચું મીઠું ખાવાથી શરીરના આંતરિક અંગોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. તેના કારણે બ્લોટીંગ અને શરીરમાં સોજા વધી શકે છે.

- ઉપરથી મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારી, સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. 

- ઉપરથી મીઠું ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે.

- જે લોકો નિયમિત રીતે ઉપરથી મીઠું ખાતા હોય છે તેમના યૌન જીવન પર પણ પ્રભાવ પડે છે.

- ઉપરથી મીઠું ખાવાથી કિડનીને પણ નુકસાન થાય છે.  લાંબા સમય સુધી ઉપરથી મીઠું ખાશો તો કિડની ફેલ થવાનું જોખમ પણ ઊભું થાય છે.

- ઉપરથી મીઠું ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More