Home> Health
Advertisement
Prev
Next

દહીંથી લઈને ઈંડામાંથી બને છે આ કમાલના હેર માસ્ક, વાળોને મળશે સલૂન જેવી ચમક

Hair Mask: જો તમે પણ ગંઠાયેલ અને ડ્રાય વાળથી પરેશાન છો, તો અહીં જાણી લો કે કયા હેર માસ્કનો ઉપયોગ કરીને વાળને સ્મૂથ એન્ડ સિલ્કી કરી શકાય છે. આ હેર માસ્ક વાળને કાયાપલટ કરી નાખે છે.

દહીંથી લઈને ઈંડામાંથી બને છે આ કમાલના હેર માસ્ક, વાળોને મળશે સલૂન જેવી ચમક

Hair Care: વાળને સ્મૂથ એન્ડ સિલ્કી બનાવવા માટે વારંવાર સલૂનના ધક્કા ખાવા પડે છે. સલૂનમાં એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે વાળને સુંદર તો બનાવે જ છે પરંતુ આ પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ વાળને નુકસાન પણ પહોંચાડે છે. આવી સ્થિતિમાં ઘરની વસ્તુઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અહીં કેટલાક એવા હેર માસ્ક બનાવવાની રીતો આપવામાં આવી રહી છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ હેર માસ્કથી વાળ માત્ર સુંદર જ નથી લાગતા પણ નરમ અને સિલ્કી પણ બને છે. જાણો કેવી રીતે ઈંડા, દહીં અને એલોવેરા જેવી વસ્તુઓથી ઘરે જ હેર માસ્ક બનાવી શકાય છે.

fallbacks

સોફ્ટ અને સિલ્કી વાળ માટે હેર માસ્ક
નાળિયેર તેલ અને મધ
આ હેર માસ્કની અસર કુદરતી કન્ડિશનર જેવી લાગે છે. હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં સમાન માત્રામાં મધ અને નાળિયેર તેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી રાખો અને પછી ધોઈ લો. વાળમાં ચમક આવશે.

'આખરે ખબર પડી...' રવિન્દ્ર જાડેજાનું છલકાયું દર્દ, મેલબર્ન ટેસ્ટ પહેલા કર્યો ખુલાસો

ઈંડાનું હેર માસ્ક
આ હેર માસ્ક ઈંડા અને દહીંને મિક્સ કરીને બનાવવામાં આવે છે. હેર માસ્ક બનાવવા માટે એક કપ દહીંમાં એક ઈંડું ઉમેરો અને તેને મિક્સ કરો. આ હેર માસ્કને વાળમાં 30 થી 40 મિનિટ સુધી લગાવો અને પછી તેને ધોઈ લો. આ એગ હેર માસ્ક વાળને પ્રોટીન પ્રદાન કરે છે જે વાળને મજબૂત બનાવવામાં પણ અસરકારક છે.

કેળાનું હેર માસ્ક
આ હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં પાકેલા કેળાને મેશ કરો. તેમાં એક ચમચી મધ ઉમેરો. સારી રીતે મિક્સ કર્યા પછી આ હેર માસ્કને વાળમાં લગાવો અને થોડીવાર રાખ્યા પછી તેને ધોઈ લો. આ હેર માસ્ક વાળને મુલાયમ બનાવે છે એટલું જ નહીં, તે સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાને પણ દૂર કરે છે અને સ્કેલ્પને પોષણ આપે છે.

એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!

એલોવેરા હેર માસ્ક
એક બાઉલમાં એલોવેરા જેલ લો અને તેની અડધી માત્રા નારિયેળ તેલમાં મિક્સ કરો. આ હેર માસ્ક વાળ પર લગાવો. તે હેર ગ્રોથમાં સુધારો કરવામાં મદદ કરે છે, વાળ મુલાયમ બને છે અને વાળમાં કુદરતી ચમકદાર દેખાય છે.

દૂધ અને મધનું હેર માસ્ક
આ એક ઉપાયથી બરછટ વાર એટલા સિલ્કી થઈ જશે કે આંગળીઓમાંથી સરકી જશે. હેર માસ્ક બનાવવા માટે, એક કપ દૂધમાં એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને 20 થી 25 મિનિટ પછી વાળ ધોઈ લો. તેની અસર વાળ પર જોવા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More