Home> Health
Advertisement
Prev
Next

કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઇલાજ, દૂધમાં મિક્સ કરી પીવો આ 1 મસાલો

આજે અમે તમને એક એવા મસાલા વિશે જણાવી રહ્યાં છીએ જેને દૂધમાં મિક્સ કરી પીવાથી તમને ઘણા પ્રકારની સમસ્યાથી છુટકારો મળી શકે છે. 

કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઇલાજ, દૂધમાં મિક્સ કરી પીવો આ 1 મસાલો

Asafetida with Milk Benefits: બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં રાખેલા એક સાદા મસાલાને દૂધમાં મિક્સ કરીને પીવાથી તમને અદ્ભુત લાભ મળી શકે છે. તેનાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

fallbacks

અમે વાત કરી રહ્યા છીએ હિંગની જે ખાવાનો સ્વાદ વધારે છે. તમને સાંભળીને થોડી નવાઈ લાગશે કે દૂધમાં હિંગ મિક્સ કરીને પીવાથી તમારી બીમારી કેવી રીતે દૂર થઈ શકે છે. પરંતુ એ વાત સાચી છે કે આનાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. આયુર્વેદમાં પણ હીંગનો ઉલ્લેખ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવ્યો છે. પરંતુ હિંગ ભેળવીને દૂધ પીવાથી જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ મળે છે.

દૂધમાં હીંગ મિક્સ કરીને પીવાના ફાયદા (Asafetida with milk)
1. લિવરને ફિટ રાખવામાં મદદ મળી શકે છે

દૂધમાં હીંગ મિક્સ કરી પીવાથી લિવર તંદુરસ્ત રહે છે. જો તમે ફેટી લિવર કે લિવરથી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં 1 ચપટી હીંગ મિક્સ કરી પીવું જોઈએ.

2.કાનનું દુખાવો દૂર થઈ શકે છે
જો તમને કોઈ કારણે કાનમાં દુખાવો થઈ રહ્યો છે તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હીંગનો ઈયર ડ્રોપની જેમ ઉપયોગ કરી શકાય છે. તે માટે તમે બકરીના દૂધમાં થોડી હીંગ મિક્સ કરી બે-ત્રણ ટીંપા કાનમાં નાખી શકો છો. 

આ પણ વાંચોઃ શિયાળામાં શરદી-ખાંસીથી બચવું હોય તો ખાવ આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન

3. હરસ દૂર થઈ શકે છે
હરસથી પીડિત વ્યક્તિને ઉઠવા-બેસવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જો હરસથી રાહત મેળવવા ઈચ્છો છો તો હીંગવાળુ દૂધ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4. હેડકી બંધ થઈ શકે છે
હેડકી એ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેને આપણે એવું કહીને અવગણીએ છીએ કે કદાચ કોઈ આપણે યાદ કરી રહ્યું છે. હેડકીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે હિંગનું દૂધ પીવું જ જોઈએ.

5. પાચનતંત્ર સારૂ રહે છે
પેટ અને પાચન સંબંધી રોગોની સારવાર માટે વરસોથી હીંગનો પ્રયોગ કરવામાં આવે છે. ખાવામાં હીંગ નાખવા પાછળનું કારણ છે કે તેનાથી પાચન સારૂ રહે છે. પરંતુ જો તમે પાચનની સમસ્યાથી પરેશાન છો તો તમારે હીંગવાળુ દૂધ પી સૂવુ જોઈએ. તેનાથી તમને લાભ મળશે. 

Disclaimer: સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More